Abtak Media Google News

વાર્ષિક લાખોનું મેટ્રિક ટન લિગ્નાઇટનું ઉત્પાદન: રાજ્યમાં ૨૦ ટકાનો હિસ્સો

સાયન્સ અને ટેકનોલોજી હાલ પૃથ્વીથી પરે મંગળ ગ્રહ પર રહેવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં મંગળની સપાટી પર હોવી લોકોએ જમીનની ખરીદી પણ શરૂ કરી દીધી છે. પરંતુ ગુજરાતમાં જ જો મંગળ ગ્રહ જેવી સપાટી મળી જાય તો એ દ્રશ્ય નયનરમ્ય લાગી શકે છે. ભરૂચના રાજપારડીની લિગ્નાઇટ ખાણનું દૂરથી મંગળ ગ્રહની સપાટી જેવું દ્રશ્ય લાગે છે.

સ્પેસ ટુરિઝનના ભાગરૂપ મંગળ ગ્રહ પર જવાની યોજના ઘડાઈ રહી છે ત્યારે ગુજરાતમાં જ મંગળ ગ્રહની સપાટી જેવા દૃશ્યો જોઈ શકાય છે. ભરૂચ જિલ્લામાં રાજપારડી ખાતે જીએમડીસી સંચાલિત લિગ્નાઇટ પ્રોજેક્ટ છે. અહીંની લિગ્નાઇટ ખાણનું દૃશ્ય પરગ્રહની યાદ અપાવે એવું છે. રાજ્યમાં બ્લેક ગોલ્ડ તરીકે ઓળખાતા લિગ્નાઇટના કુલ ઉત્પાદનના ૨૦ ટકા આ ખાણમાંથી મળે છે.

રાજપારડીની આ લિગ્નાઇટ ખાણમાં વાર્ષિક સૌથી વધુ ૧ થી ૧.૫ લાખ મેટ્રિક ટન  સિલિકાનું ઉત્પાદન થાય છે. તો બીજી તરફ ૧.૫૦ થી ૨ લાખ મેટ્રિક ટન બોલ ક્લેનું પણ વાર્ષિક ઉત્પાદન થાય છે. તે ઉપરાંત આ બંને ઉત્પાદન રાજ્યના કુલ ઉત્પાદનના ૨૦ ટકા જેટલું છે.

દૂરથી આ લિગ્નાઇટ પર નજર કરતા અવકાશ યાન જેવું રડાર હોય છે લિગ્નાઇટ ખાણના સ્થળે અવકાશ યાનની યાદ અપાવતું એક રડાર હોય છે જેને સ્લોપ સ્ટેબિલિટી રડાર કહેવાય છે. આ રડારનું કામ જમીન રચનામાં થતા ફેરફારો પર નજર રાખવાનું હોય છે, સલામતી માટે આ રડાર મહત્ત્વનું છે. રાજપારડી ખાણ ન ફક્ત લિગ્નાઇટ માટે પરંતુ હવે તેની સપાટી મંગળ ગ્રહની સપાટી સાથે મળતી હોવાથી લોકોના નજરે ચડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.