Abtak Media Google News
  • રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ

કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ  અને   યુવા નેતા  રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને  દેશમાં ઘુમી રહ્યા છે. આજે તેઓના ગુજરાત  પ્રવાસનો  ત્રીજા દિવસ છે. આજે તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરશે ભરૂચના  નેત્રંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચૂંટણી સભા યોજાશે જેમાં રાહુલ ગાંધી અને ચૈતર વસાવા  એક જ સ્ટેજ પર સાથે જોવા મળશે.રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું  ગત ગુરૂવારે   બપોરે ગુજરાતમાં  આગમન થયું હતુ. બે દિવસથી અલગ અલગ જિલ્લામાં ફરી રહી છે. આજે  56માં દિવસે યાત્રાનો છોટા ઉદેપુરથી આરંભ થયો હતો. નર્મદા જિલ્લામાં પણ યાત્રા ફરશે  બપોરે ભરૂચ અને સુરત જિલ્લામાં ફરશે.

દરમિયાન  આજે ભરૂચના  નેત્રંગમાં કોંગ્રેસ અને  આપ દ્વારા   સંયુકત  ચૂંટણી સભા યોજાશે ભરૂચ લોકસભા બેઠક માટે આપ દ્વારા ચૈતર વસાવાના  ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.  રાજપીપળામાં આજે  રાહુલ ગાંધીનો વિશાળ  રોડ શો યોજાશે.

કાલે રાહુલ ગાંધી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. વર્ષ 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઇ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ આશ્રમમાં રહ્યા હતા. વર્ષ 1936થી 1941 સુધી મહાત્મા ગાંધીજી સ્વરાજ આશ્રમમાં એક એક મહિનો રહેતા હતા.  રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ન્યાય માટેની લડાઈ માટે પ્રતિબદ્ધતા બતાવી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આગળ ધપાવશે

મૂળ મૂલ્યોને ધ્યાને રાખી કોંગ્રેસ પક્ષ ભાજપની કુશાસનવાળી સરકારને લૂણો  લગાડવાની કામગીરી કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.