Abtak Media Google News

વિજયભાઇ રૂપાણી અને અન્ય પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમનો આરંભ કરાવાશે

કેન્દ્ર અને રાજય સરકારના ખાસ કરી રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આગામી તા. 16-7 ને શનિવારના રોજ સવારના 10 કલાકે રાજકોટ મુકામે ‘આગળના ભાગનો પેક લેબલીંગ અને ઉઘોગની ભૂમિકા ’ વિષયે એક દિવસીય રાજયકક્ષાનો સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં માજી મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ઉદઘાટન કરાશે. તેમજ મેયર ડો પ્રદિપભાઇ ડવ, પ્રમુખસ્થાને, સંસદ સદસ્યોઓ, ધારાસભ્યોઓ, ન્યાયધીશો, કલેકટર અને સરકારી અધિકારીઓ હાજર રહેશે.

ગુજરાત રાજયના અને ખાસ કરીને રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાની પ્રવૃતિને મોકળુ મેદાન મળેલ છે. સરકારી તંત્ર પાસે પાંગળા સાધનો હોવાને કારણે ખોરાકની ભેળસેળ રોકવામાં સરકાર સફળ બનથી નથી. રાજકોટમાં થતી ખોરાકની ભેળસેળે માઝા મુકી છે. અને ભેળસેળ કરનાર તત્વો તંત્ર કે કાયદાથી ગભરાતા નથી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખોરાક ટેસ્ટીંગ માટે મોકવામાં આવેલી મોબાઇલ વાહન પેટ્રોલ, ડીઝલના અભાવે બંધ પડી છે. આવા સંજોગોમાં લોકજાગૃતિ અત્યંત આવશ્યક છે. અને રાજકોટમાં સેમીનાર માત્ર અને માત્ર લોકોને જાગૃત કરવા માટેનો છે.

એન.એમ. ધારાણી ન્યાયમૂર્તિ, અવનીબેન હરણ જીલ્લા પુરવઠા અધિકારી, ડો. આર.એસ. ત્રિવેદી ડાયરેકટર મેડીકલ કોલેજ સીવીલ હોસ્પિટલ ડો. વી.કે. ગુપ્તા, ડાયરેકટર કેન્સર હોસ્પિટલ, ડો. પંકજભાઇ રાઠોડ, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા  આર.એન. રામ, અધિકારી ખોરાક ઔષધ નિયંત્રણ વિભાગ મહેશભાઇ નિનામા, કાનુની માપ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રાહક બાબતો, સમીરભાઇ શાહ, મે. ડાયરેકટર રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, વિનોદભાઇ વ્યાસ, મેનેજીંગ ડાયરેકટર રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. મીલ્ક પ્રોડેકસ યુનિયન લી. ડો. દિગ્વીજયસિંહ જાડેજા,  ડાયબીટીસ સ્પેશીયલીસ્ટ  ડો. ડેનીશભાઇ દેકીવાડીયા, કાર્ડીયોલોજીસ્ટ, સંતનુભાઇ જીવાણી, ગેસ્ટ્રોલોજીસ્ટ વિગેરે મહાનુભાવો ખાસ ઉ5સ્થિત રહી માર્ગદર્શન આપનાર છે. આ કાર્યક્રમનું ઇલેકટ્રોનીક મીડીયા ઉપર લાઇવ પ્રસારણ થનાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.