Abtak Media Google News

લોકો તેલ ભરવા માટે હાથમાં આવ્યું તે વાસણો લઈને દોડી ગયા

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ટોલ નાકા પાસે ખાદ્યતેલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું હતું જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો તેલ લેવા માટે પ્લાસ્ટિકના કેરબા, તેલના ખાલી ડબ્બા અને નાના મોટા વાસણો લઈ દોડી ગયા હતા.અકસ્માતો માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા પાસે રાજકોટ થી ગોંડલ તરફ જઈ રહેલ ખાદ્યતેલ ભરેલ ટેન્કર છઉં52ૠઅ 6271 પલ્ટી મારી જતા રસ્તા અને ખાડામાં ખાદ્ય તેલના ખાબોચિયા ભરાયા હતા જેની જાણ આસપાસ વિસ્તારમાં રહેતા લોકોને થતા હાથમાં આવે તે વાસણ લઈ લોકો તેલ લેવા માટે દોડી ગયા હતા. આ સર્જાયેલા અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવર હરવિંદરસિંઘ કશ્મીરસિંઘ ઉપલ ઉ.વ.49 ને ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.