Abtak Media Google News

મોરબીનું મણી મંદિર પ્રજાજનો માટે ખૂલ્લુ મૂકાયું:મહેલ નહિ

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી શહેરની શાન સમા ઐતિહાસિક મણિ મંદિરના રીનોવેશન બાદ  મોરબીવાસીઓની અતુરતાનો અંત આવ્યો છે.મોરબીના વાઘ મહેલ અને મણિ મંદિર તરીકે ખ્યાતનામ મંદિરમાં 130 ઓરડાઓ અને વચ્ચે મંદિર આવેલ છે જેનું મહારાજા વાઘજી ઠાકોરે નિર્માણ કરાવ્યું હતું. જેને સમયના વ્હાણાં વિતી જતા ભૂકંપ અને હોનારતમાં નુકશાન થયુ હતું આથી તેનું રીનોવેશન કરવા અંગે નિર્ણય લેવમા આવ્યો હતો. હાલ 27 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય સંપન્ન થતા આ મણિ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.જેનો દર્શનાર્થીઓ લાભ લઇ શકશે.

ફક્ત મંદિર જ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 સુધી લોકોને દર્શન કરવાની છૂટ અપાઈ છે ઉપરાંત મહેલમાં અન્ય જગ્યાએ જવાની મંજુરી આપવામાં આવી ન હોવાનું જાહેર થયું છે. વાઘ મહેલ તરીકે પણ ઓળખાતું આ માળખું 1935માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં 130 ઓરડાઓ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચો તે સમયે 30 લાખ થયો હતો. જે દર્શનાર્થી તેમજ આવનાર પ્રવાસીઓ માટે નિહાળવા લાયક અદભૂત રીતે બનાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.