Abtak Media Google News
  • નવસારી જિલ્લામાં એક મહિલાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. 
  • પોતાના વાળનું દાન કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સુરત ન્યૂઝ : જીવન અને સંબંધોમાં પ્રેમએ મહત્વનો ભાગ ભજવે છે. જો પ્રેમ ન હોય જીવનમાં તો હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય છે. એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઓનો આધાર સ્તંભ છે. ત્યારે નવસારી જિલ્લામાં એક મહિલાએ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

આજની મહિલાઓ સુંદર દેખાવા માટે લાખો રૂપિયા પોતાની વાળ પર ખર્ચતા  હોય છે. પરંતુ નવસારી જિલ્લામાં એવા એક મહિલા છે કે જેણે પોતાના વાળોનું દાન કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બેલીમોરા શહેરમાં રહેતા કલ્પનાબેન પટેલ તેઓ દ્વારા અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનું બેડું ઝડપવામાં આવ્યું છે.  તેઓ અને એમની સાથે મહિલાઓ દ્વારા કેન્સર પેઢી મહિલાઓ માટે વીક બનાવવા માટે પોતાના વાળોનું દાન કરી અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો  પ્રયાસ કર્યો છે. કલ્પનાબેન અને તેની સાથે ૧૫ થી વધુ બહેનોએ કેન્સર પેઢી મહિલાઓના વાળ ઉતરી જાય એના માટે વિક બનાવવા માટે વાળનું દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અવારનવાર થતી આ પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે.

માનવ જીવનમાં સૌથી ઉત્તમ કામ અંગદાનનો હોય છે.  પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં લોકો અંગદાન કરવાનું ભૂલી રહ્યા છે એવામાં કેન્સરના દર્દીઓ માટે વિક તૈયાર કરવા આ બહેનોએ પોતાના વાળોનું દાન કરવાની શરૂઆત કરી છે .આવનારા સમયમાં અંગદાન માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરશે .

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.