Abtak Media Google News

સરદારનગર વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી વન-વેમાંથી મુકિત અપાવવા માંગ: મહાકાળી મેઇન રોડ પરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી રેલી કાઢી

જાહેર કરતા વેપારીઓ દ્વારા વન-તે વિરોધમાં વેપાર-ધંધા બંધ રાખી

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને ઉકેલ લાવવા માટે તાજેતરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરના અનેક રાજમાર્ગોને હંગામી વન વે કરવામાં આવતા જેના પગલે વેપારીઓને વેપાર ધંધામાં ફટકો પડ્યો છે તેમજ વાહનચાલકો ને હાલાકી ભોગવી પડતી હોવાનું બહાર આવતા આજે સરદાર નગર મેઇન રોડ પરના વેપારી મંડળ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી અને વનમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે જ્યારે મહાકાળી મેઇન રોડ પરના વેપારી દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખી અને રેલી રૂપે વનવે નો વિરોધ નોંધાવ્યો હતો.  વન વે કરાતા વાહન ચાલકો ની મુશ્કેલી  તેમજ વેપારીઓના વિરોધના પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગત રાત્રે  મનહર પ્લોટ મેઇન રોડ અને ડોક્ટર દસ્તુર માર્ગ પર સ્થળ વિઝીટ લઈ અને ટ્રાફિકના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વિગત મુજબ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે  રસ્તાઓ વનવે કરવામાં આવ્યા છે. જે પૈકી સરદારનગર મેઇન રોડ પણ વનવે જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે વેપાર-ધંધામાં ઘણી માઠી અસર પડી છે.  કોરોના પછી દરેક ધંધામાં અસર પડી છે. એમાય  ઉપર નાના વેપારીઓ વધુ છે. આ રોડ વન વે થતા ધંધા રોજગારમાં મોટી અસર પહોંચી છે. આ રોડ વન-વે કરવાથી એસ્ટ્રોન ચોક (મહાવીર ચોકમાં) ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. જે બાબતની ટ્રાફિક બ્રાંચને પણ જાણ છે.

સરદારનગર રોડને સંલગ્ન ડો. દસ્તુર માર્ગ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિકની કોઇ સમસ્યા નથી. જેથી સરદાર નગર રોડને વન-વે માંથી તાત્કાલીક મુકતી આપવામાં માંગ સાથે વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને લેખિત આવેદન પાઠવી અને તાત્કાલિક વનવે માંથી મુક્તિ આપવાની માંગ કરી છે. મહાકાળી મંદિર રોડના વેપારીઓ દ્વારા  તા. 25ને મંગળવાર બપોરે 12-00 થી 2 કલાક સુધી  મહાકાળી મંદિર ચોકને  પોલીસ કમિશ્નર  દ્વારા વનવે જાહેર કરાતા વેપારી દ્વારા આજે  બંધ પાળી અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ.બધા હૈના દરેક નાના મોટા વેપારીને આ વન-વે થી વેપાર ધંધામાં માઠી અસર  થતી હોઈ આજે   ગાંધી વિંધ્યા માર્ગે શાંતિથી દુકાનો બંધ રાખી રામધુન બોલી તંત્રને નમ્ર અપીલ કે મહાકાળી મંદિર રોડને વન-વે જાહેર કરેલ તે વહેલીતકે નાબુદ કરવો.

આગામી દિવસોમાં જરૂર પડયે ચુટાયેલ પ્રતિનીધિઓ સરકારશ્રીના સાંસદો, ધારાવો, કોર્પોસ્ટરથીઓને સાથે રાખી રજુઆત કરશું અને જો જરૂર પડે તો વધુ આક્રમક ધોરણે પણ વેપારીઓ બંધ પાડી ધરણા કરશે તો વહેલીતકે મીડીવાના માધ્યમથી સરકારના ચુંટાયેલ જાગૃત પદાધિકારીઓનો અમોને એટલે કે મહાકાળી મંદિર રોડના દરેક વેપારીઓને સાથ સહકાર મળી રહે અને અમોને શાંતિથી વેપાર-ધંધા કરવા મળે તે હેતુથી આ વનવૈ નાબુદ કરાવી આપવા આપ સૌનો સાથ સહકાર મળે તેમજ  અમારા વેપારી મંડળ દ્વારા બધી જ દુકાનો બંધ રાખી આ ધરણા કરવામાં આવેલા છે. શહેરના હંગામી ધોરણે વન-વે કરવામાં આવેલા રાજમાર્ગો ને કારણે વેપારીઓમાં અને પ્રજા ની મુશ્કેલીઓમાં વધારો થયો હોવાની વિરોધ ઉઠતા જેના પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગત રાત્રે જાહેર કરાયેલા વન-વે રાજમાર્ગોની ટ્રાફિકના અધિકારીઓ સાથે  સ્થળ વિઝીટ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સરદારનગરના અંદાજિત 300 વેપારીઓને ધંધામાં 50%નો ફટકો

સરદારનગર રોડના અંદાજિત 300 જેટલાં વેપારીઓ વન વેના વિરોધમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયાં હતા. વેપારીઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વન વેના ફરમાનને લીધે વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ જે વેપાર હતો તેમાં અંદાજે 50% જેટલો ફટકો પડ્યાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે પણ જો કોઈ નિર્ણય નહીં આવે તો ઉચ્ચ સ્તરીય રજુઆત કરીશું અને જરૂર જણાય તો આંદોલન પણ કરીશું. ઉપરાંત વેપારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માત નિવારવા આ પગલું લેવાયાનું તંત્ર જણાવી રહ્યું છે પણ વન વે જાહેર કરાયાં બાદ અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

મહાકાળી મંદિર મેઈન રોડ વેપારી એસો.ના વેપારીઓએ બંધ પાળી ધરણા કર્યા

મહાકાળી મંદિર મેઈન રોડ વેપારી એસોસિએશને વન વે જાહેરનામાના વિરોધમાં બપોરે 12 થી 2 વાગ્યાં સુધી બે કલાક બંધ પાળી પ્રતિકાત્મક વિરોધ નોંધાવી રહ્યા છે. ઉપરાંત વેપારીઓ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા. આ તકે વેપારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ આ માર્ગ પર ફોર વ્હીલ અને મહિલા કોલેજ ચોક તરફથી આવવા પર પ્રતિબંધ હતો અને હવે યાજ્ઞિક રોડ પરથી પણ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો પછી ગ્રાહકો અહીંયા સુધી આવશે કેમ તે સવાલ ઉભો થયો છે. આ જાહેરનામાના લીધે ધંધામાં 60% સુધી નુકસાની આવી રહી છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.