મેક્સિકોની દિવાલ બનાવવા અધધધ… અમેરિકાની ૩૬૦ કંપનીઓ તૈયાર

MEXICO | AMERICA
MEXICO | AMERICA

જાયન્ટ કંપનીઓએ દીવાલ ચણવા ફોર્મલ ઓફર સબમીટ કરી

મેક્સિકોની દીવાલ બનાવવા અધધ… ૩૬૦ કંપનીઓ અમેરીકામાં તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાના પ્રમુખ બનતાવેંત અમેરીકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ ચણવાની ઘોષણા કરી દીધી હતી. અસલમાં અમેરીકામાં મેક્સિકો ગેરકાયદે વસાહતીઓ ઘૂસવાનું દૂષણ વર્ષો જુનુ છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા ટ્રમ્પે મેક્સીકો વોલ બનાવવાની ઘોષણા કરી છે. હવે ૩૬૦ કંપનીઓએ દીવાલ ચણાવવાના પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.

સ્વિસ, બ્રિટીશ કંપનીએ પણ દાખવ્યો રસ

નિષ્ણાતો અત્યારથી જ મેક્સિકો વોલને કોન્ટ્રવોર્સીયલ એટલે કે વિવાદાસ્પદ દીવાલ ગણાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને મેક્સિકોની દીવાલ ચણવામાં રસ દાખવનારી કંપનીઓમાં સ્વિસની લાફાર્જેલ-હોલ્સિમ, બ્રિટનની બાલફોરી બીટ્ટી અને યુએસની જનરલ ડાયનેનિક્સ કોર્પ વિગેરે મુખ્ય છે. આ જાયન્ટ કંપનીઓએ ફોર્મલ ઓફર યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોડક્શન એજન્સીને મોકલી છે. અમુક કંપનીઓએ અમેરીકાની સરકારી વેબસાઇટ ફેડરલ બીઝનેસ ઓપોચ્યુનીટીઝ પર પોતાની દરખાસ્ત સબમીટ કરી છે.