Abtak Media Google News

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે : અરવિંદ કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પોતાનો પગદંડો જમાવવા માટે અનેકવિધ વચનો પણ આપી રહ્યું છે. છેલ્લા એક માસમાં અનેકવાર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતના લોકોને અનેકવિધ વચનો અને વાયદાઓ પણ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ તેઓએ  કોન્ટ્રાક્ટ પર કાર્ય કરી રહેલા કર્મચારીઓને કાયમી કરવા માટેના વચનો આપ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો. એટલું જ નહીં તેઓએ હજુ એક વાયદો કરતાં પણ જણાવ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોન્ટ્રાકચ્યુલ કર્મચારીઓને કાયમી તો કરાશે સાથોસાથ તેઓને જે વળતર આપવામાં આવે છે તે સીધો જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જેથી વચેટીયાઓ તેનો ગેરલાભ ન લઈ શકે. આગામી ડિસેમ્બર માસમાં ગુજરાતમાં ચૂંટણી યોજવાની છે.

ત્યારે છેલ્લા 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરીને બેઠું છે આ મુદ્દાને ધ્યાને લઇ અરવિંદ કેજરી વાલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવવાની સાથે જે સરકારી નોકરીઓ મળવી જોઈએ તેમાં ઘણાખરા અંશે ઘટાડો થયો છે. સૂચવ્યું હતું કે હવે લોકોને સરકારી નોકરીઓ તેમના ગુણને આધારે મળશે અને કોઈપણ પ્રકારની ભલામણ પણ કરવામાં આવશે નહીં. પ્રશ્ન ઉદ્ભવિત એ થઈ રહ્યો છે કે દરેક રાજકીય પક્ષો ચૂંટણી આવતાની સાથે જ આ પ્રકારના વિવિધ વાયદાઓ લોકોને કરતા હોય છે પરંતુ ખરા અર્થે શું આ તમામ વાયદાઓ શક્ય છે ખરા ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.