Abtak Media Google News

શાસ્ત્રી મેદાન ખાતે સાંજે 7:00 કલાકે સભામાં સૌરાષ્ટ્રભરમાંથી આપ સમર્થકો ઉમટી પડશે  ઇમ્પીરીયલ હોટલ ખાતે આગેવાનો, સંસ્થાઓની કરશે રૂબરૂ મુલાકાત: જાહેર સભાની તડામાર તૈયારી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આગામી તા.11ને બુધવારના રોજ રાજકોટ મુકામે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિકરીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર સભાને સંબોધવા આવનાર છે. તેની વિશેષ માહિતી આપવા માટે હોટલ મીટ, હનુમાન મઢી ચોક પાસે, એરપોર્ટ રોડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ હતી.

Advertisement

આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના ચુંટણી પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવજી તથા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, રાજભા ઝાલા, વશરામ સાગઠીયા, અજીત લોખીલ વિગેરે ઉપસ્થિત રહેલ હતા અને આગામી તા.11ને બુધવારના રોજ શાસ્ત્રી મેદાન ખાતે રાતના 7 વાગ્યે યોજાનાર જનસભા વિશે વિશેષ માહિતી આપી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ વિગેરેએ કાર્યક્રમની વધુ વિગતો આપી હતી.

ગુજરાતના ચુંટણી પ્રભારીઓ અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવજીએ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે હાલ આવનાર આગામી ચુંટણી અનુસંધાને અને કાર્યકરોમાં જોમ-જુસ્સો વધારવા કેજરીવાલ ગુજરાત-રાજકોટની મુલાકાતે આપનાર છે. તેઓ રાજકોટની જનસભા, કાર્યક્રમ માટે 2.45એ એરપોર્ટ ઉતરશે. મહિલા પોલીસ સ્ટેશન રોડ થઇ તેઓ 3.00 વાગ્યા આસપાસ હોટલ ઇમ્પીરીયલ ખાતે આવશે. ત્યાં તેઓ આમ આદમી પાર્ટીના સમર્થક આગેવાનો અને સંસ્થાઓને મળશે.

સૌરાષ્ટ્રભરમાંથી અનેક નામી અનામી રાજકીય આગેવાનો સંગઠનો તેઓને રૂબરૂ મળશે. ત્યાંથી તેઓ શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર જનસભા સ્થળે 7:00 વાગ્યે પહોંચશે અને જનસભાને સંબોધશે. જનસભા પૂર્ણ કરી તેઓ દિલ્હી જવા રવાના થશે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર જનસભામાં હજ્જારોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી આમ આદમી પાર્ટીના સમર્થક ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

કેજરીવાલની સૌરાષ્ટ્ર રાજકોટ મુલાકાત દરમ્યાન કોણ-કોણ રાજકીય આગેવાનો આપમાં જોડાશે. તેવા પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે પાર્ટીએ કોઇ વ્યક્તિને આપમાં જોડવાનું આમંત્રણ આપેલ નથી પરંતુ જે લોકો રાજીખુશીથી જોડાશે. તેને આપ આવકારશે.

ખોડલધામના નરેશ પટેલ આપમાં જોડાશે કે નહી તે પ્રશ્ર્નનો જવાબ તેઓએ ટાળ્યો હતો અને કહ્યુ હતું કે જે લોકો આપમાં જોડાશે તેને આવકારવું પરંતુ હજુ સુધી અમોએ આવો કોઇ કાર્યક્રમ નક્કી કરેલ નથી.

આગામી ચુંટણી સમયે યોજાનાર આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલની ગુજરાત, રાજકોટ મુલાકાત તરફ હાલ સૌની મીટ મંડાઇ છે કે ક્યાં-ક્યાં રાજકીય લોકો આપ સાથે જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.