Abtak Media Google News

જાહેરસભામાં ઉપસ્થિત રહી દિલ્હીના મુખ્યમંત્રીને આવકારવા અનુરોધ કરતા રાજભા ઝાલા

અરવિંદ કેજરીવાલજીની જાહેર સભા માટે રાજકોટ આમ આદમી  પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ શહેરમાં વિશાળ મસાલ યાત્રા દ્વારા નાગરિકોને સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના પ્રમુખ શિવલાલ પટેલે અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે કે આગામી 11 મે ના રોજ દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજીની રાજકોટમાં જાહેર સભા યોજવા જઈ રહી છે .

સભાને સફળ કરવા પ્રચાર પ્રસાર કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ પ્રવર્તી રહયો છે . પ્રચાર પ્રસારના ભાગરૂપે રાજકોટના રાજમાર્ગો ઉપર વિશાળ મશાલ રેલી યોજાયેલ જેમાં હજારો કાર્યકર્તા ઉત્સાહ ભેર ભાગ લીધેલ  હતો.

આ રેલીને સફળ બનાવવા રાજભા ઝાલા અને અજિતભાઈ લોખીલ , શિવલાલ પટેલના માર્ગદર્શન હેઠળ રાહુલભુવા , સંજયસિંહ વાઘેલા , કે . કે . પરમાર , રાકેશભાઈ સોરઠીયા , વિપુલભાઈ તેરૈયા તેમજ દરેક વોર્ડના પદાધીકારીઓ તમામ મોરચામાંથી ભાઈઓ અને બહેનોએ જાહેમત ઉઠાવી હતી . રેલીની વ્યવસ્થા એહમદ સાંઘ તેમજ ભરતસિંહ પરમારે કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.