Abtak Media Google News
  • શકિતસિંહ ગોહિલે એક ડઝનથી વધુ “આપ” કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા
  • શકિતસિંહ ગોહિલે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી જણાવે છે કે રાજકોટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ (સાંસદ રાજ્યસભા) ની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું આ તકે રાજકોટના બંને પ્રભારીઓ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. અને આ તકે રાજકોટ જિલ્લા ના પ્રભારી પૂર્વ મંત્રી ભીખુભાઈ વાડોતરીયા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા રાજકોટ લોકસભા 2024 ના ઉમેદવારો અંગે વન ટુ વન દરેક કાર્યકરો આગેવાનોને સાંભળવામાં આવેલ હતા અને નોંધ કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને હાઈકમાન્ડમાં દરેક કાર્યકરોની નોંધ મોકલવામાં આવશે. અને ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત થાય તેવી આ તકે જાહેરાત પણ કરવામાં આવી હતી. રાજકોટ શહેર માં પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હોય ત્યારે તેઓનું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ સ્વાગત કર્યું હતું.

&Quot;Aap&Quot; Workers Joined The Congress In The Presence Of State Congress President Shakitsinh Gohil
“AAP” workers joined the Congress in the presence of State Congress President Shakitsinh Gohil

આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 10 ના હોદ્દેદારોમાં મહિલા તેમજ ભાઈઓ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં એક ડઝનથી વધુ આગેવાનો જોડાયા હતા અને આ તમામને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકારવામાં આવેલ હતા જેમાં શક્તિસિંહ જાડેજા સુખાભાઈ ભરવાડ દેવેન્દ્રસિંહ શક્તિસિંહ, ઉમેદસિંહ પરમાર, મિલન બારોટ, સત્યજીતસિંહ રવિભાઈ પરમાર, ઉષાબેન ત્રિવેદી, ભારતીબેન મહેતા જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસના તમામ આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના તમામ વોર્ડ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્યો ઈન્દ્રનીલ રાજગુરુ, લલીતભાઈ કગથરા, જેમાં પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, ડોક્ટર હેમાંગભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, ભાનુબેન સુરાણી, કોમલબેન ભરાઇ, નિદત બારોટ, ધરમ કામલીયા, શૈલેષ કપુરીયા, કોમલબેન ભારાઈ, હિતેશભાઈ વોરા, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનળકટ, &Quot;Aap&Quot; Workers Joined The Congress In The Presence Of State Congress President Shakitsinh Gohil પ્રદીપભાઇ ત્રિવેદી, રહીમભાઈ સોરા, કરસનભાઈ મુછડીયા, આશિષસિંહ વાઢેર, ઘનશ્યામભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, યુનૂસભાઇ જુણેજા, આદિત્યસિંહ ગોહિલ, પ્રભાતભાઈ ડાંગર, હરપાલસિંહ જાડેજા, સુરેશભાઈ ગેરૈયા, પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, મેઘજીભાઈ રાઠોડ, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ સોરાણી, ઘનશ્યામસિંહ જાડેજા,  જયાબેન ટાંક, કોંગી આગેવાનો તુષારભાઈ નંદાણી, ગૌરવભાઈ પુજારા, રણજીતભાઈ મુંધવા, મહિલા પ્રમુખ દીપ્તિબેન સોલંકી, નયનાબા જાડેજા, પ્રતિમાબેન વ્યાસ, રસિકભાઈ ભટ્ટ, રસીલાબેન ગેરૈયા સહિતના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખુબ સરસ…. અબતક ની સરાહના કરતા શકિતસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સૌરાષ્ટ્રના વાંચકોની ધડકન બની ગયેલા અબતક સાંઘ્ય દેનિકનું રસપૂર્વક વાંચન કર્યુ હતું. સમાચાર શૈલીની સરાહના પણ કરી હતી. અબતક માં પ્રસિઘ્ધ થયેલા રાજકીય સમાચારો અને વિશ્ર્લેષણનું ઝીણવટ ભર્યુ નીરીક્ષણ કરી તેની પણ પ્રશંસા કરી હતી.
(તસ્વીર: જયમીન માવાણી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.