Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ પ્રથમ વખત રાજકોટ આવતા શકિતસિંહને ઉમળકાભેર આવકારશે શહેર કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલે પદભાર સંભાવ્યા બાદ આજથી વિધિવત રીતે સૌરાષ્ટ્રમાં સંગઠન માળખાને મજબુત બનાવવા માટેની સંગઠાત્મક કામગીરી શરુ કરી દીધી છે. આજે તેઓ ચોટીલા અને રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે.

આજે બપોર બાદ 4 કલાકે ચામુંડા માતાજીના દર્શન કરી જનતાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવશે.

ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ દ્વારા માતાજીના હવનનું આયોજન કરેલ છે. માતાજીના હવનના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દર્શન કરશે. એઆઇસીસીના મંત્રી રામકિશન ઓઝાજી તથા ઉષાબેન નાયડુ તેમજ પ્રદેશના આગેવાનો ઉ5સ્થિત રહેશે.

ચોટીલા ખાતેના આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વિધાનસભાના ઉમેદવારો, સંગઠનના હોદેદારો તથા પક્ષના તમામ આગેવાનોએ યજમાન તરીકે સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરેલ છે.

ચોટીલા દર્શન કર્યા બાદ શકિતસિંહ ગોહિલ સાંજ 6 કલાકે રાજકોટ આવશે પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહેલા શકિતસિંહને શહેર તથા જિલ્લા કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉમળકાભેર આવકારશે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જયાં વિશાળ રેલી યોજી તેઓની એન્ટ્રી કરાવવામાં આવશે.

પ્રદેશ પ્રમુખન આવકારવા માટે શહેરમાં ઠેર ઠેર બોર્ડ બેનરો લગાવવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસના નેતાઓ સાથે શકિતસિંહ વાઘેલા એક બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે. જેમાં નવા સંગઠન માળખાની રચના કરવા પણ ચર્ચા વિચારણા હાથ  ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.