Abtak Media Google News

અખીલ ભારતીય ગ્રાહક પંચાયત તરફથી પુરા ભારત દેશમાં સમયે સમયે ગ્રાહકલક્ષી બાબતોનાં આંકડા અલગ વિષય પર પરામર્શ કરી સુધારાલક્ષી કાર્યક્રમો થાય છે. જે અનુસંધાને ગત તા.૬.૧૦ના રોજ નાગપુર ખાતે એબીજીપી દ્વારા ટીવી માધ્યમ પર ભ્રામક તથા અતિશયોકિતભરી જાહેરાત આપેલ છે.તેમાં સુધારો અનિવાર્ય છે. તે બાબતે બેઠક મળેલ તથા આવિષય પર બે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

Advertisement

સબબ આ વિષય અનુસંધાને રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર પાસે ઉકેલ માટે માંગણી પત્ર તથા બંને ઠરાવની નકલ રાજકોટ મહાનગર કાર્યકર્તા બી.એન. પટેલ મયુરભાઈ ગાંઠાણી, બી.જે. પરમાર, ચેતન મજેઠીયા, શૈલેષ નથવાણી દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ હતુ એબીજીપી આવી ભ્રમણ જાહેરાત વિ‚ધ્ધ છે સમગ્ર દેશમાં એક સમાન કાયદો હોવો જોઈએ તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.