Abtak Media Google News

ભારતમાં વર્ષ 2027 બાદ એર ટેક્સી લોકોને પોતાની સેવાઓ આપશે

સરકાર ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ પગલાંઓ અને ક્રાંતિ સર્જી રહી છે ત્યારે જે વિચાર એક સમયે ભારત માટે સ્વપ્ન સમાન હતો તે વિચારને ચરિતાર્થ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં એ ટેક્સી મુદ્દે અનેકવિધ રિસર્ચ પણ હાલ હાથ ધરાઈ રહ્યા છે અને વર્ષ 2017 બાદ જે ઓપરેશન શરૂ કરવામાં આવશે તેમાં એર ટેક્સી સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે લોકોનો સમયનો બચાવ થશે એટલું જ નહીં એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ સરળતાથી પણ પહોંચી જવાશે.

Advertisement

હવે એ દિવસ દૂર નથી જ્યારે આપણે ઉડતી ટેક્સીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જઈશું. આગામી ચાર વર્ષમાં અવકાશ ક્ષેત્રે એર ટેક્સીનો વિપુલ અવકાશ જોવા મળશે ત્યારે એ ટેક્સી અનેકવિધ રીતે ખાસ છે. હાલ ઉડયન મંત્રાલય દ્વારા તેની ટ્રાયલ પર કામ ચાલે છે. આશા છે કે આવતા પાંચ વર્ષમાં એર ટેક્સીની શરૂઆત કરવામાં આવશે અને તેને લોન્ચ કરી દેવાશે. આ ટેક્સી 160 કિલોમીટરની ઝડપથી ઉડીને 200 કિ.મી. સુધી જઈ શકે છે. તે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે.  તે 200 કિગ્રા જેટલું વજન લઈ જઈ શકાશે એટલે કે પાઈલટ ઉપરાંત બે લોકો તેમાં બેસી શકશે. એટેકસી નું સ્વપ્ન શાખા થતા જ ભારતનું સ્વપ્ન જાણે સાકાર થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

આ કાર્ય માટે એરો અને ફ્લાઈબેડ સંયુક્ત રીતે કાર્ય હાથ ધરશે અને તેના માટે એક ઇકો સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવશે જે એર સ્પેસ ને યોગ્ય રીતે મેનેજ કરી શકે. અંગે બંને કંપનીઓએ પોતાની ભાગીદારીતા હોવાનું પણ જણાવ્યું હતું. અત્યાર સુધી એર ટેક્સી એક સ્વપ્ન લાગતું હતું પરંતુ હવે તે સમગ્ર ભારતમાં વર્ષ 2017 થી કાર્ય કરશે અને પ્રવાસનો સમય પણ ઘણા અંશે બચી જશે.

એર ટેક્સી ની શરૂઆત બેંગલોર એર એક્સપોમાં શરૂ થઈ હતી અનેકવિધ રિસર્ચ પણ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે ઉદયન મંત્રાલય દ્વારા આવતા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2027 બાદ એર ટેક્સીને ભારતમાં ભ્રમણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે ત્યાં સુધી અનેકવિધ રિસર્ચ અને અભ્યાસ આ ક્ષેત્રે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.