Abtak Media Google News

પાટડી- ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા સમુદાયની કફોડી હાલત થવા પામી છે. એમાંય એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહી અને હવે નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓના મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો ગયો છે.

ખારાઘોડા રણમાં 100 કરોડથી પણ વધારાનું 15 લાખ મેટ્રિક ટન મીઠું પડેલું છે. એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્યની કાર્યવાહી અને હવે નર્મદાનું પાણી ફરી વળ્યું. દેગામ મીઠા ઉત્પાદક મંડળીના સેક્રેટરી ભૂપેન્દ્ર મેંઢા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રણમાં અવારનવાર કેનાલો છલકાય છે અને પાટાઓમાં પાણી ફરી વળે છે ત્યારે મોટી માત્રામાં નુકસાન અગરિયાઓને વેચવાનો વારો આવે છે ત્યારે આમ જોવો તો અગરિયાઓને રણમાં પીવાના પાણીના પાપા છે

ત્યારે રણમાં અવારનવાર આવી કેનાલો ઓવરફ્લો થઈ અને પાટા સુધી પાણી પહોંચે છે અને મીઠાની ખેતીમાં તૈયાર થયેલ મીઠાના પાટામાં પાણી ફરી વળે છે ત્યારે લાખો રૂપિયાની નુકસાની પણ વેચવાનો વારો અગરિયાઓને આવે છે ત્યારે આંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં તો આવી છે પરંતુ તેનો નિકાલ આવશે કે કેમ તેના ઉપર હાલ મા પ્રશ્નાર્થ ચીન સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.