Abtak Media Google News

સરકાર દ્વારા સામાજિક જરૂરિયાતો અને જીવન જરૂરી ચીજવસ્તુઓના વિનિમય માટે અનલોક ના તબક્કાવાર આયોજનનો જાણે કે, જુનાગઢમાં સામાજિક દુરુપયોગ થતો હોય તેમ રાતના પ્રતિબંધના અમલમાં ક્યાંક ને ક્યાંક બાંધછોડ થતી જોવાય છે અને સરકારી કચેરીઓમાં જ લોકોના ટોળા અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો પર નિયંત્રણ રહ્યું ન હોય તેમ સરકારી કચેરીઓમાં સામાન્ય દિવસોની જેમ આખો દિવસ લોકોના ટોળાની જાહેરનામાના ભંગ કરી અવર જવર રહેતી હોવાની પ્રબુદ્ધ લોકોમાંથી ચિંતા ઉઠવા પામી છે.

Advertisement

કોરોના મહામારીમાં જૂનાગઢ જીલ્લો શરૂઆતમાં ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થાને લઈને લાંબા સમય સુધી એક પણ પોઝિટિવ કેસ વગર ગ્રીન ઝોનનો દરજ્જો ભોગવનાર શહેર અને જિલ્લો બન્યો હતો, પરંતુ આ સારી પરિસ્થિતિ પર કોઈની નજર લાગી ગઇ હોય તેમ હવે કોરોના પોઝિટિવ ના કેસ લગાતાર વધી રહ્યા છે.

આવા સમયે જુનાગઢ શહેર અને તાલુકાની કાયદો-વ્યવસ્થાનું સંચાલન થાય છે તેવી સરદાર બાગ પાસેની ડેપ્યુટી કલેકટર કચેરી અને શહેર તથા ગ્રામ્યની મામલતદાર કચેરીઓમાં અત્યારે કુપન, આધાર કાર્ડ, આવકના દાખલા, ક્રિમિલિયર સર્ટિફિકેટ અને વિવિધ પ્રકારની કામગીરી, ખેડૂતોની ૭/૧૨,  ૮અ અને ૬ નંબરના દાખલાઓ મેળવવાની કામગીરી અત્યારે આ કચેરીમાં સતત ધમધમી રહી છે, અને લોકો સામાન્ય દિવસોની જેમ જ ટોળે વળીને આખો દિવસ પોતાના કામ માટે સોશીયલ ડિસ્ટન્સ રાખ્યા વગર કે મો પર માસ્ક રાખ્યા સિવાય અવરજવર કરતા નજરે પડી રહ્યા છે.

તંત્રની  ઢીલી નીતિ સાથોસાથ લોકોની બેદરકારીના કારણે પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં તંત્રને જાગવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.