Abtak Media Google News

ઉદ્યોગપતિ, કોર્પોરેટર હાઉસ અને કોન્ટ્રાકટરો દ્વારા સરકારી અધિકારી અને કર્મચારીને ભેટ આપવી એ પણ લાંચ ગણાય

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચીયા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીની ઓફિસ અને નિવાસ સ્થાને વોચ ગોઠવશે

અબતક,રાજકોટ

Advertisement

દિવાળીના શપરમાં તહેવાર નિમિતે ઉદ્યોગપતિઓ, કોર્પોરેટર હાઉસ અને કોન્ટ્રાકટરો દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ભેટ-સોગાદના સ્વરૂપે લાંચ આપતા હોવાથી ભ્રષ્ટાચાર અટકાવવા એસીબી દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓફિસ અને નિવાસ સ્થાને વોચ ગોઠવવામાં આવી છે. તેમજ આવી ભેટ સોગાદ માગનાર અધિકારી અને કર્મચારી સામે એસીબીમાં ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામા આવ્યો છે.

દિવાળીના તહેવાર દરમિયાન ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ હાઉસ અને કોન્ટ્રાકટરો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી પાસે પોતાનું ધાર્યુ કામ કરવા અને નજીકનો સંબંધ વિકસાવવા માટે લાંચના સ્વરૂપમાં ભેટ સોગાદ આપવામાં આવે છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સોના-ચાંદીની કિંમતી ચીજવસ્તુઓ, વિદેશમાં ફરવા જવાની પ્લેનની ટિકિટ, વિદેશમાં રહેવા માટે હોટલની વ્યવસ્થા અને ગીફટ વાઉચરની માગણી કરવામાં આવી હોય છે.

સરકારી અધિકારી કે કર્મચારી આવી કોઇ માગણી કરે ત્યારે તેની સામે એસીબીમાં ફરિયાદ નોંધાવી શકાય છે. તેમજ આ પ્રકારે ચાલતા ભ્રષ્ટાચારને અટકાવવા દિવાળીના તહેવારો દરમિયાન સરકારી અધિકારી અને કર્મચારીની ઓફિસ અને નિવાસ સ્થાને એસીબી દ્વારા વોચ ગોઠવી ડીકોઇ રેડ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આવી રીતે લાંચ સ્વીકારતા કેટલાક લાંચીયા અધિકારી અને કર્મચારીઓનું એસીબીએ યાદી બનાવી છે. તેમજ એસીબીના ફ્રી ટોલ નંબર 9099911055 પર સંપર્ક કરવા એસીબી દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.