Abtak Media Google News
  • હોસ્પિટલ સેવાની ગુણવત્તા માટે મળનાર પુરસ્કાર ધરાવતી રેલવેની પ્રથમ હોસ્પિટલ બની જગજીવન રામ હોસ્પિટલ
  • પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા, સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

મુંબઈ માં આવેલ જગજીવન રામ હોસ્પિટલ  જે પશ્ચિમ રેલવેની ઝોનલ હોસ્પિટલ છે, તેને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ  દ્વારા માન્યતા આપવામાં આવી છે,  મુંબઈની  જગજીવન રામ હોસ્પિટલને પ્રતિષ્ઠિત ગુણવત્તા નિયંત્રણ માન્યતા પ્રાપ્ત કરનાર ભારતીય રેલવેની પ્રથમ હોસ્પિટલ બની  છે.  આ તકે   પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર   અશોક કુમાર મિશ્રા, પ્રકાશ બુટાની, અધિક મહાપ્રબંધક, પશ્ચિમ રેલ્વે, ડો. હફીઝુન્નીસા, વિભાગીય રેલ્વે મેનેજર, મુંબઈ મધ્ય વિભાગ, નીરજ વર્માની ઉપસ્થિતીમાં એક સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ  ખાતે  4 એપ્રિલ,  ના રોજ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ  દ્વારા  પ્રમાણપત્ર  હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર, ડો. મમતા શર્મા અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓની હાજરીમા આપવામાં  આવ્યું હતું.

Advertisement

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુરના જણાવ્યાનુસાર નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ  દ્વારા માન્યતા એ એક પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર છે જે સાબિત કરે છે કે હોસ્પિટલ તેના દર્દીઓને શ્રેષ્ઠ-શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે અને સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. હોસ્પિટલમાં સુરક્ષામાં ઉચ્ચ સ્તરની ખાતરી કરવા માટે તેનું  નિરીક્ષણ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુ ઓછી સરકારી હોસ્પિટલોએ આ માન્યતા હાંસલ કરી છે. નોંધપાત્ર માન્યતા એ  નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ   દ્વારા નિર્ધારિત સર્વોચ્ચ ગુણવત્તાના ધોરણોને અનુરૂપતાનું સૂચક છે.  આ મુખ્ય ધ્યેય હાંસલ કરવા માટે જગજીવન રામ  હોસ્પિટલની સમગ્ર ટીમે સખત મહેનત કરી હતી.

જનરલ મેનેજર  એ. કે   મિશ્રાએ જગજીવન રામ હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી અને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ   એક્રેડિટેશન’ મેળવનારી ભારતીય રેલ્વેની પ્રથમ રેલવે હોસ્પિટલ બનવા બદલ પ્રતિબદ્ધ તબીબી ટીમને અભિનંદન આપ્યા.  તેમણે હોસ્પિટલમાં સેવાઓની ગુણવત્તા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ધોરણો હાંસલ કરવામાં તમામ મદદની ખાતરી આપી હતી.  તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું કે રેલવે હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ  ખાનગી હોસ્પિટલની સમકક્ષ છે અને રેલવે આરોગ્ય સેવાઓમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

શરૂઆતમાં, ડો. મમતા શર્માએ જગજીવન રામ હોસ્પિટલની સફર અને આ મોટી ઓળખ હાંસલ કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નોની વિશેષતાઓ રજૂ કરી.  પ્રિન્સિપાલ ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો. હફીઝુન્નિસાએ પણ આ પડકારજનક કાર્ય શરૂ કરવા અને પૂર્ણ કરવા બદલ સમગ્ર જગજીવન રામ હોસ્પિટલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ શુભ અવસરે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર  અશોક કુમાર મિશ્રા અને બીજી તસ્વીરમાં જનરલ મેનેજર  મિશ્રા, એડિશનલ જનરલ મેનેજર  પ્રકાશ બુટાની, ચીફ મેડીકલ ડાયરેકટર ડો. હફીજુન્નીસા, ડીવીઝનલ રેલ્વે મેનેજર મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના  નીરજ વર્મા, જગજીવન રામ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર, ડો. મમતા શર્મા સહિત  ડોક્ટરો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.