Abtak Media Google News

રાજકોટના બાંધકામ ઇતિહાસમાં એન્જિનિયરિંગ મારવેલ રચાશે

રાફટ સ્લેબની મદદથી સ્ટ્રક્ચર ઉભુ કરાશે: સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અમેરિકાની એક્ટીવ નેનો ટેકનોલોજીનો ઉપયોગ વોટર પ્રુફીંગ માટે થશે

શહેરના કાલાવાડ રોડ સ્થિત એક્રોલોન્સ ક્લબના નવા નિર્માણ પામતા ક્લબ હાઉસ બિલ્ડીંગમાં રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બાંધકામ ક્ષેત્રે એન્જીનિયરીંગ મારવેલ આકાર લેવા જઈ રહ્યું છે. જેમાં કાલે રવિવારને સાંજે 5 કલાકે પ્રથમ વાર કોઇ બિલ્ડીંગના પાયામાં 30,000 સ્કવેર ફુટમાં 750 એમએમથી લઈને 1800 એમએમ જાડાઇના રાફ્ટ સ્લેબમાં 500 ટનથી વધુ હાઇસ્ટ્રેન્થ સ્ટીલ અને 5000 ક્યુબિક મીટરથી વધુ હાઇ ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. તેમજ આ અજાયબી સમા 10 માળના સ્ટ્રક્ચરમાં કોઇ બીમનો ઉપયોગ નહી થાય, સ્લેબની જાડાઇ એક ફૂટ અને તે સર્ક્યુલર મશરૂમ કોલમ સાથે જોડાયેલા હશે અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર અમેરીકાની એકટીવ નેનો ટેકનોલોજીનો ઉપયોગ વોટર પ્રુફીંગ માટે થશે. બાંધકામ અને એન્જીનિયરીંગ સાથે જોડાયેલા લોકો ઉપરાંત એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓ માટે આ એક અલભ્ય ઘટના હશે.

આ અંગે એક્રોલોન્સ ક્લબના જયભાઇ મહેતાએ જણાવ્યું હતું કે કોઇ પણ મોટા સ્ટ્રક્ચરમાં હવે પાયામાં રાફટ સ્લેબનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્ટીલ અને કોંક્રિટથી બને છે. સામાન્ય રીતે આ રાફટ સ્લેબની જાડાઇ 300 એમએમ જોવા મળે છે, પરંતુ અમે ડેડ લોડ, અર્થકવેક લોડ અને લેટરલ લોડની ગણતરી કરી, આ 10 માળના સ્ટ્રકચરમાં ઉપરના માળે વિશાળ બે સ્વિમિંગ પૂલ, 3 ડબલ હાઇટના બેડમિન્ટન કોર્ટ, 3 વિશાળ બેન્કવેટ હોલ જેવી વિવિધ સ્પોર્ટસ, વેલનેસ અને લેઝરને લગતી સગવડતા આપવાના હોય, અમે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ વાર કોઇ બિલ્ડીંગના પાયામાં 30,000 સ્કવેર ફુટના એરીયામાં 750 એમએમથી લઈને 1800 એમએમ જાડાઇના રાફ્ટ સ્લેબમાં 500 ટનથી વધુ સ્પેશીયલ કેટેગરીનું એફઇ-500ડી પ્રકારનું હાઇસ્ટ્રેન્થ સ્ટીલ અને 5000 ક્યુબિક મીટર અલ્ટ્રાટેક કંપનીનો એમ-45 હાઇ ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ કરવાના છીએ, જે મોટા ડેમના બાંધકામમાં વપરાતા હાઇગ્રેડ સ્ટ્રેન્થનો કોંક્રિટ છે. આ બધી બાબતો આ બિલ્ડીંગને ક્ધસ્ટ્રકશન ક્ષેત્ર માટે એન્જીનિયરીંગ મારવેલ બનાવે છે.

Dsc 5838

આ સમગ્ર સ્ટ્રક્ચર લગભગ 24 મહિના બાદ પરિપૂર્ણ થશે ત્યારે આ આખા બિલ્ડીંગમાં કોઇ પણ જગ્યાએ બીમનો ઉપયોગ નહી થયો હોય. દરેક માળના સ્લેબની જાડાઇ એક ફુટ અને તે સર્કયુલર મશરુમ કોલમ સાથે જોડાયેલા હશે, જે એક મોર્ડન ક્ધસ્ટ્રકશન ટેકનિક છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર અમેરીકાની એકટીવ નેનો ટેકનોલોજીનો ઉપયોગ વોટર પ્રૂફિંગમાં થશે, જે ખુબ આધુનિક ટેકનોલોજી છે. આ બિલ્ડીંગના તમામ 10 માળની ડિઝાઇન યુનિક છે, જેના સાઇઝ અને આકાર તેમાં ઉપયોગમાં લેવાનાર ફેસેલીટીને લક્ષમાં રાખી ડીઝાઇન કરવામાં આવી છે.

આ સમગ્ર બિલ્ડીંગમાં એનર્જી એફિશ્યન્ટ એરક્ધડીશનીંગ હશે, અને બિલ્ડીંગની દિવાલોમાં વપરાયેલ મટીરીયલ પણ ઇકોફ્રેન્ડલી હશે, જેથી આ એક એનર્જી એફિશ્યન્ટ ગ્રીન બિલ્ડીંગ બને. અહીં વપરાનાર કોંક્રિટમાં સિલિકા અને બીજા મટીરીયલની સ્ટ્રેન્થ વધારવા તથા તેનાથી ઉત્પન્ન થતી ગરમી કે થર્મલ ઇફેકટને ઘટાડવા કોંક્રિટમાં 50% જીજીબીએસ મટીરીયલ કે જે ફર્નેસ વેસ્ટમાંથી ઉત્પન્ન થાય છે, તેને ક્રશ કરી મિકસીંગ કરાશે. આપણે ત્યાં મોટા ભાગના બાંધકામોમાં કોલમના સ્ટીલના સળીયામાં કપ્લરથી જોડવામાં આવતા હોય છે, જેને વર્ટીકલ કપ્લર કહે છે. પરંતુ આ સ્ટ્રકચરમાં હોરીઝોન્ટલ એટલે કે આડા સળીયાઓમાં પણ કપ્લર લગાવાય છે, જેથી સ્ટીલનું આખુ એક સળંગ સ્ટ્રક્ચર બને, જેની મજબુતાઇ બેમિસાલ હશે.

આ પ્રોજેકટના આર્કિટેક્ટ ગુજરાતના ખ્યાતનામ ધરમભાઇ પટેલ, જે બરોડા સ્થિત છે, સ્ટ્રકચરલ ક્ધસલટન્ટ પણ ગુજરાતનું જાણીતુ નામ અમદાવાદના જપનભાઇ શાહ છે, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, પ્લમ્બીંગ અને ફાયર એટલે કે એમઇપીએફ ક્ધસલટન્ટ ઝવેરી એન્ડ એસોસીએટસ છે, પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલટન્ટ ફાઉન્ટેન હેડ પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલટન્સીના અક્ષયભાઇ શેઠ છે, ફેસેલીટી પ્લાનર, મુંબઇના મિસ્ત્રી એસોસીએટસ છે, અને બાંધકામ કોન્ટ્રાકટર વિશ્ર્વા ક્ધસ્ટ્રક્શન્સના ધર્મેશભાઇ રાખસીયા છે. અહીં મટીરીયલના ટેસ્ટીંગ અને ગુણવતા ચકાસવા માટે ઓનસાઇટ કવોલીટી ટેસ્ટીંગ લેબ પણ સ્થાપવામાં આવી છે.

કાલે રવિવારે રાફટ સ્લેબનું નિર્માણ કરાશે, ત્યારે એન્જીનિયરીંગ અને બાંધકામ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો અને ગાર્ડી એન્જીનિયરીંગ કોલેજ ઉપરાંતની કોલેજોના એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ પણ હાજર રહી આ પ્રોસેસને જોશે, સમજશે અને તેનો અભ્યાસ કરશે. આ રાફટ સ્લેબ માટે કોન્ક્રિટના પાંચ પ્લાન્ટ કામે લાગશે અને આ કોંક્રિટ મિકસને રાફ્ટ સુધી પહોંચાડવા લગભગ ટ્રકના 715 ફેરા કરવા પડશે. આ એક્રોલોન્સ ક્લબનું સફળ સંચાલન તેમના ડિરેકટરોમાં ડી.વી.મેહતા, મૌલેશભાઈ ઉકાણી, સુદીપભાઇ મેહતા, જયભાઇ મહેતા, રમેશભાઇ માંડવીયા, સુરેશભાઇ માંડવીયા, દીપભાઇ માંડવીયા,  કૌશલભાઇ માંડવીયા, વિશાલભાઇ માંડવીયા અને બ્રિજેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વોટરપ્રૂફિંગ માટે એક્ટિવ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે : જય મહેતા

એકરોલોન્સના ડાયરેક્ટર જય મહેતાએ જણાવ્યું હતું કે જે સ્ટ્રક્ચર ઊભું થવા જઈ રહ્યું છે તે અનેક રીતે વિશેષ છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ક્રાંતિ પણ સર્જાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વોટરપ્રૂફિંગ માટે એક્ટિવ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ પ્રકારના અધ્યતન સ્ટ્રક્ચર ઉભા થાય તે માટે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્ટ્રક્ચર આધુનિક ટેકનોલોજી થી સુશજ કરાયું છે અને તેના આકાર અને ફેસીલીટીને પણ ધ્યાને રાખી ડિઝાઇન હાથ ધરવામાં આવી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટને ડિઝાઇન કરવા અને અમલમાં મુકવા માટે દેશની શ્રેષ્ઠ એજન્સીઓ અને લોકોને જોડવામાં આવ્યા છે. અને આવતીકાલે આ વિશાળ રાફ્ટ ભરવામાં આવશે.

એક્રોલોન્સના ક્લબ હાઉસ નું સ્ટ્રક્ચર અનેક વિધ રીતે વિશેષ : જપન શાહ

એકરોલોન્સ ક્લબ હાઉસ ના સ્ટ્રક્ચર ડિઝાઇનર જપન શાહે જણાવ્યું હતું કે સંપૂર્ણ ક્લબ હાઉસ નો લોડ મશરૂમ કેપિટલ કોલમ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી કોઈપણ સમયે હુકમ આવે તો કોઈ સ્ટ્રકચરને નુકસાની ન પહોંચે એટલું જ નહીં ભૂકંપ ના આંચકાને ધ્યાને લઈ દરેક પ્રોવિઝન નું ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કોઈજ ખામી નથી પરંતુ કોસ્ટ એટલે કે ખર્ચની વાત કરવામાં આવે તો સામાન્ય ખર્ચની સરખામણી 20 ટકા સ્ટ્રક્ચર મોંઘુ પડે છે. પરંતુ આ સ્ટ્રક્ચરથી જે અન્ય ખર્ચ ઉભા થાય છે તેમાં ઘટાડો આવશે. સ્ટ્રક્ચરની વિશેષતા અંગે તેઓએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં કોઈપણ જગ્યાએ બીમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને દરેક માળના સ્લેબ ની જાડાઈ એક ફૂટ અને તે સર્ક્યુલર મશરૂમ કોલમ સાથે જોડાયેલો રહેશે. જે એક મોર્ડન ક્ધસ્ટ્રક્શન ટેકનીક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.