Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ હવે એક્શન મોડમાં 

મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર સામે પણ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટની સોની બજારમાંથી આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા અને જિહાદ માટે અન્ય લોકોને પ્રેરિત કરતા ત્રણ કટ્ટરપંથી ઝડપાયા બાદ તપાસમાં સોની બજાર ખાતે એક લાખથી વધુ બંગાળી શ્રમિકો વેરીફીકેશન વિનાના હોવાનું બહાર આવતા બે દિવસ પછી અંતે પોલીસ હરકતમાં આવી વેરીફીકેશન વગર બંગાળી કારીગરોને દુકાન મકાન ભાડે આપનાર શખસો સામે ગુનો નોંધવાનું શરૂ કરી 16 શખસો સામે ગુના નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

માહિતી અનુસાર એસઓજીની ટીમે ત્રણ બંગાળી 1 કારીગરોને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર દિવાનપરાના રિવરાજેશભાઈ મુંધવા સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જયારે ડાયમંડ ચેમ્બરમાં વેપાર કરતા ભાસ્કર રસિકલાલ રાધનપરા, ચંદ્રકાંત હરિકિશોર જડિયા, નાજીરહુસેન રફુલ ઈસ્માઈલશેખ, બાલકૃષ્ણ બિલ્ડીંગમાં વેપાર કરતા ગીરીશ મનસુખભાઈ ધોળકિયા, ગોલ્ડ ટ્રેડ સેન્ટરમાં વેપાર કરતા અલ્પેશ જેન્તીભાઈ રાણીંગા, અશ્વિન ધનજીભાઈ વાયા અને પ્રકાશ રતિલાલ પાટડીયા,પ્રશાંત વસંત પડિયા, નાજીમુલ મુઝામિલ હક, પંકજ આડેસરા, વિક્રમદાસ વૈષ્ણવ, મયુરીબેન શાહ, મનોજભાઈ સોની અને બાલકૃષ્ણ ધોળકિયા સામે બંગાળી કારીગરો કામે રાખી પોલીસને જાણ ન કરવા સંદર્ભે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.