Abtak Media Google News

કોમર્શિયલ અને ઘરેલુ ગેસ વિતરણમાં અદાણી ટોપ પર

અબતક,રાજકોટ

ભારતની અગ્રણી સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL)એ  તા.30 સપ્ટેમ્બર2022ના રોજ પૂરા થતા છ માસિક ગાળામાં કામકાજઅને નાણાકીય કામગીરીના પરિણામોની  જાહેરાત થઈ છે.અદાણી ટોટલ ગેસના સીઈઓ   સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીએ તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં સવા છ લાખ  CNGના ઘરેલું જોડાણના આંકને વટાવીને, 10,000 ઇંચ-કિમી સ્ટીલ પાઇપલાઇન બિછાવવાનું કામ પૂર્ણ કરીને CNGનો પુરવઠો  6,088 વ્યવસાયો અને ઉદ્યોગો સુધી વધારતા તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં બેકબોન ઈૠઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે વધારવા અને તેમાં સંપૂર્ણ જોમ અને સ્થિતિસ્થાપકતા સાથે રોકાણ કરવાનું  ચાલુ રાખ્યું છે

પરિણામે કંપની 367 સ્ટેશનો સુધી PNG ફૂટપ્રિન્ટ વધારશે,મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે નોંધપાત્ર રીતે ઊંચા ઇનપુટ ગેસના ભાવો સાથે PNG ઉદ્યોગ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. વોલ્યુમમાં વૃદ્ધિને કારણે આવા પડકારોનો સામનો કરતા રહીને અર્ધવાર્ષિક ધોરણે અમારો EBITDA જાળવી રાખવામાં અમે સફળ  રહ્યા છીએ. આ પડકારો ટૂંકા ગાળા માટે છે એવું અમે માનીને અમે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીએ છીએ તે આવનારી પેઢીઓ માટે છે તેથી અમે રાષ્ટ્ર સાથે ગેસ-આધારિત અર્થકારણ તરફની તેની યાત્રામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન  નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ    પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ  પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. 14 ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી  છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં  નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. 52 ભૌગોલિક ક્ષેત્રો પૈકી 33 ભૌગોલિક ક્ષેત્રો માટે અધિકૃત અદાણી ટોટલ ગેસ લિ. સંચાલન કરે છે અને બાકીના 19નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50 ટકાનું સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ   કરે છે.વધુમાં  એ તેના ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસ માટે   સંપૂર્ણ માલિકીની બે પેટાકંપનીઓ અનુક્રમે અદાણી ટોટલએનર્જીસ ઈ-મોબિલિટી લિમિટેડ   અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ   ની રચના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.