Abtak Media Google News

રાજસ્થાનની ગહેલોત સરકારની ત્વરીત નિર્ણયશક્તિ, પારદર્શકતાનું અનુકરણ કરવા જેવું

રાજસ્થાનનું રણ હાઇડ્રોજન ઉર્જાથી સમૃધ્ધ પ્રદેશ બનવાની પૂર્ણ ક્ષમતા ધરાવતો હોવાનો ગૌતમ અદાણીને વિશ્વાસ

અબતક, રાજકોટ

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરીકન ડોલરનું વિરાટરૂપ આપવાના રોડ મેપ પર સફર કરવા દેશ સજ્જ બન્યું છે ત્યારે આર્થિક મહાસત્તા માટે ઉર્જા અને ઔદ્યોગીક પ્રગતિ અનિવાર્ય છે અને દેશના તમામ રાજ્યોમાં સંતુલીત વિકાસ થવો જોઇએ.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાયેલ ઇન્વેસ્ટમેન્ટ રાજસ્થાન પરિષદમાં પોતાનો પ્રતિભાવ આપતા અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ જણાવેલ કે રાજસ્થાન મહારાજાઓની ભૂમિ યોજાયેલ ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 શિખરમાં હાજર રહી અદાણી સમૂહના વર્તમાન અસ્તિત્વ અને ભવિષ્યની યોજનાઓ વિષે વાત કરવાની મળેલી તક માટે વિશેષ ધન્યતા અનુભવું છું. આ એ જ ધરતી છે જેણે આપણને આપણા રાષ્ટ્રને કેટલીક તેજતરાર શૂરવીર હસ્તીઓ હામ્મીરા દેવા, મહારાણા કુમ્ભ, હેમચંદ્ર વિક્રમાદિત્ય, મહારાજા સુરજ મલ અને મહારાણા પ્રતાપના સ્વરૂપમાં આપી છે. આ કઠીન મરૂભૂમિએ આપણને મહાન યોધ્ધાઓ આપ્યા છે. એમાં જરાપણ આશ્ચર્ય નથી કે રાજસ્થાનની મારી દરેક મુલાકાત અંગત રીતે પ્રેરણાદાયી જણાઇ છે.!

મુખ્યમંત્રી ગહેલોતની ગત ટર્મ દરમિયાન રાજસ્થાનમાં પાવર ક્ષેત્રમાં રોકાણ કરવાની અમારી અભિરુચી વ્યકત કરવા પ્રથમવાર મળ્યો ત્યારે તત્કાલ સમર્થન કર્યું અને અધિકારીઓને અનુકૂળ જમીન, પાણી શોધીને ફાળવી આપવા અને શક્ય તેટલી ઝડપે જરુરી મંજૂરીઓ આપવા સૂચનાઓ આપી હતી તે મને બરાબર યાદ છે. આટલી ઝડપી નિર્ણય પ્રક્રિયા મેં ક્યારેય જોઇ નથી અને એ જ ઝડપે અમોને 1320 મેગાવોટનો કવાઈ પાવર પ્લાન્ટ 36 મહિનાના સમયમાં સ્થાપવા જોમ આપ્યું જે ભારત માટે વિક્રમ હોવા સાથે અદાણી સમૂહે નિર્માણ કરેલા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ માટે પણ રેકોર્ડ છે.

વિઝન પ્રત્યેનો અદાણી ગ્રુપના સંકલ્પ અમારા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાન સરકાર સાથેના અમારા સંયુકત સાહસથી નિર્મિત 10 હજાર મેગાવોટનો સોલાર પાર્ક સંપૂર્ણ કાર્યરત તરફ દોરી ગયો છે જેમાંથી 1500 મેગાવોટ ગ્રીન પાવરના ઉત્પાદનની શરુઆત તો ક્યારની શરુ કરી ચૂકી છે. રાજસ્થાનમાં પણ રિન્યુએબલ્સમાં અમારા ગૃપનું સીધું રોકાણ સતત વેગવાન બની રહ્યું છે અને રૂ.20 હજાર કરોડના રોકાણથી 4 હજાર મેગાવોટના પ્રોજેક્ટ શરૂ પણ કરી દીધા છે. વધુમાં ગત દસકાથી રાજસ્થાન 4300 મેગાવોટથી વધુ થર્મલ પાવર પેદા કરે તેમાં મદદરૂપ થવા ઇંધણનો પૂરવઠો પૂરો પાડી રહ્યાં છીએ. અમે 19 ગ્રીડ સબ-સ્ટેશન ચલાવી રહ્યા છીએ અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ સાથે સંકળાયેલા કિશનગઢમાં ડ્રાય પોર્ટ ક્ધટેનરનું સંચાલન કરીએ છીએ, જયપુર એરપોર્ટનું સંચાલન અને વિસ્તરણ કરવા ઉપરાંત અલવાર અને બુંદીમાં ખાદ્યતેલના બે પ્લાન્ટ પણ ચલાવી રહ્યાં છે.

સમગ્ર રીતે કહેતા મને ગૌરવ થાય છે કે અદાણી ગૃપે રાજસ્થાન રાજ્યમાં બહુવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં રૂ.35 હજાર કરોડનું રોકાણ કર્યું છે.

હવે ભાવિ રોકાણોની વાત તો રિન્યુએબલ્સ બિઝનેસમાં રોકાણ સતત ચાલુ છે. વધુ રૂ.50 હજાર કરોડના રોકાણ સાથે 10 હજાર મેગાવોટ્સ ઉત્પાદનની કામગીરી અમલીકરણ હેઠળ છે અને આવતા 5 વર્ષમાં તે કાર્યાન્વિત થવા તરફ પ્રગતિ કરશે. આ સંદર્ભમાં એક સપ્તાહ પહેલા અમે વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર પ્લાન્ટનું વેપારી ધોરણે કામકાજ હાંસલ કર્યું છે અને તે અહીં રાજસ્થાનમાં છે.

ગેહલોત રાજસ્થાનના યોધ્ધાઓએ જે રીતે રણ વિષેની સમજણને તેઓએ તેમની સૌથી મોટી તાકાતમાં ફેરવી એ જ રીતે આપે એક ચળવળની ગતિ નક્કી કરી છે તે ફરી એક વખત રાજસ્થાનના રણને રાજ્યની મહાનતમ તાકાતમાં રૂપાંતરિત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.