Abtak Media Google News

ડોગ લવર્સ માટે આનંદો…

વફાદારીની મિશાલ ગણાતા ડોગ ખૂબજ પ્રેમાળ અને પારિવારીક પશુ છે. આજકાલ લોકો લેબ્રાકોર, જર્મન શેફર્ડ અને ડોબરમેન જેવા વિદેશી નસ્લના ડોગ ખરીદી રહ્યા છે. પણ વિદેશી ડોગને પણ ટકકર આપે તેવા અતિ દુર્લભ સાઉથ ઈન્ડીયાના તામિલનાડુમાં મળી આવે છે.

Advertisement

દુર્લભ નસ્લના ડોગ કન્નીને વસાવવાનું સ્વપ્ન ૧૫ વર્ષ બાદ શકય બનશે. કન્ની ડોગને મેઈડન બિસ્ટમાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ ડોગને ખૂબજ રોયલ અને દેશી માનવામાં આવે છે. તિ‚ધુનાગરમાં બે માદા અને એક નર કન્ની ડોગ સાથે કુલ સાત રાજયપાલાયમ અને ત્રણ છિપ્પીવારેસ ડોગ રહેલા છે.

કેન્દ્ર સરકારના નવાનિયમો બાદ ડોગ બ્રિડિંગ યુનિટ હવે મેઈડન બ્રેડમાસ્ટરની પ્રજાતીનું પણ વેચાણ કરશે. જયારે આ ડોગ ડોઢ વર્ષના થાય ત્યારબાદ તેનું વેચાણ કાયદેસર ગણવામાં આવશે. આ ડોગને પાળવા માટેના નિયમો અનુસરવા પડશે.

આ ડોગને રોજ ૩૦ મીનીટ માટે બહાર લઈ જવા પડે છે. કન્ની ડોગનો રંગ કાળો અને ટેન હોય છે.જે ડોગ સીંગલ કલરના હોય છે.તેને કિપ્પીયાર્ડ કહેવામાં આવે છે. કન્નીનો વજન સામાન્ય રીતે ૧૬ થી ૨૨ કિલોનું હોય છે. તો હાઈટ ૨૫ થી ૨૯ ઈંચની હોય છે. કન્નીનું જીવન ૧૪થી ૧૬ વર્ષનું હોય છે.

કન્ની ડોગ સ્વભાવે શરમાળ અને ટ્રેનીંગમાં સરળ હોય છે.પણ શિકાર અંગે તે સ્વતંત્ર વિચારધારા ધરાવે છે. આ ડોગ પારિવારીક, ઈમાનદાર અને પ્રેમાળ હોય છે.પ્રાચીનકાળમાં જમીનદારો તેનો શિકાર કરવું શાન લાગવામાં આવતું હતુ. મધ્યમ કદના કન્ની ડોગ દેખાવે ખુખાર અને ભરાવદાર નથી તેની કાયા સપાટ અને પંજા મજબુત હોય છે. અને અડધી પૂછળી વાંકી હોય છે. આ ડોગને જંગલી જાદવરો, તેમજ દુષણોને પારખી શકવાની કુદરતી ભેટ મળી છે.

મુખ્યત્વે ક્રોસિંગ ગેમ્સમાં જોવા મળે છે. પહેલી નજરે કન્નીને જોઈને લાગશે કે તે ગ્રેહાઉન્ડ છે. પણ આ રોયલ પ્રજાતી ખૂબજ રેર હોવાને કારણે તેને પાળવાના નિયમો પણ સખ્ત છે.

ભારતીય લોકોમાં વિદેશી કુતરાનાં શોખને પણ કન્ની ડોગ ટકકર આપે છે. આ ડોગ મુળ કઈ પ્રજાતીના છે તેના વિશે વર્ષોથી ભેદ રહેલો છે. પર કહી શકાય કે ડોગની આ નસ્લ ખૂબજ રેર અને રોયલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.