Abtak Media Google News

સોનગઢ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પરંતુ ગુજરાતનું ગૌરવ બનશે

50 ફુટના પર્વત ઉપર 200 ટન વજન ધરાવતી બાહુબલી મુનીન્દ્ર ભગવાનની 41 ફૂટની ભવ્ય પ્રતિમાનું દિવ્ય મસ્તકભિષેક કરાશે રાજકીય સામાજીક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સારાએ જૈન સમાજમાં પૂ. કાનજીસ્વામીના સોનગઢ તરીકે ઓળખાતું આ નાનકડું ગામ જૈનોના વિશ્વફલક ઉપર અધ્યાત્મ તીર્થ તરીકે અનેરું અદકું સ્થાન ધરાવે છે જૈન દર્શનના અનેક શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી પૂજ્ય કાનજીસ્વામી લગભગ 88 વર્ષ પહેલા સોનગઢ જેવા નાના ગામમાં આવ્યા અને પોતાની સાધના ભૂમિ બનાવી અને લુપ્ત થઈ ગયેલા દિગંબર જૈન ધર્મના સત્ય સિદ્ધાંતોને પ્રગટ, પ્રકાશિત અને પ્રસારિત કર્યા.

Advertisement

જૈન દર્શનના અનેક મૂળભૂત અને પ્રયોજનભૂત સિધ્ધાંતો સમજાવ્યા. 45 વર્ષ સુધી શ્રી કુંદ કુંદ આચાર્યદેવનાં સમયસાર શાસ્ત્ર તથા બીજા અનેક શસ્ત્રો ઉપર વિસ્તાર પૂર્વક છણાવટ કરી પ્રવચનો કર્યા. અહિંસા જૈન દર્શનનો જગ જાહેર પાયાનો સિદ્ધાંત છે. સામાન્ય રીતે બહાર દેખાતા જીવોની અને કંદમુળ વિગેરેમા ન દેખાતા, અનંત જીવોને ઓળખીને તેના ત્યાગમાં અંહિંસાનું પાલન ગણાય છે પરંતુ આગમ નાં શુક્ષ્મ સિદ્ધાંતો જેવા કે રાગ-દ્વેષનું ઉત્પન્ન થવું તે પણ નિજ આત્માની ખરા અર્થમાં ભાવ હિંસા છે. આવા શુક્ષ્મ અનેક ન્યાયો અને સિદ્ધાંતો પૂજ્ય કાનજીસ્વામીએ સમજાવેલ છે. અહીંથી અનેક શાસ્ત્રોનાં પુસ્તકો પ્રકાશિત થયા. આ નાનકડા ગામમાં અધ્યાત્મ તત્વની મંગલ પ્રભાવનના કારણે હજારો લાખો જિજ્ઞાસુ જીવો અહી આવે છે અને પૂજય કાનજીસ્વામીના રેકોડેડ પ્રવચનો સાંભળી પોતાનું આત્મકલ્યાણ કરે છે. દેશ-વિદેશના લાખો અનુયાયીઓ આજે પોતાની આત્મસાધનામાં આગળ વધી રહ્યા છે.

તેમના પરમ ભક્ત પૂજ્ય બહેન ચંપાબહેનને પણ પૂજ્ય કાનજીસ્વામીના ઉપદેશથી આત્મ સાક્ષાત્કાર (સમ્યકદર્શન) થયેલ. પૂજ્ય કાનજીસ્વામીએ તેમની હયાતીમાં 66 જિનાલયોની દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા કરી. સવંત 1980માં તેમના સ્વર્ગવાસ બાદ એમની આમ્નાથમા અનેક જિનાલયોનું નિર્માણ થયું ભારત ભરમાં તથા અમેરિકા, આફ્રિકા, યુરોપ, અને એશિયા ખંડ જેવામાં પણ દિગંબર જિન મંદિરોના નિર્માણ થયા અને હજુ થઈ રહ્યા છે.

Untitled 1 21

આજે એ સોનગઢની પવિત્ર તપો ભૂમિમાં 38 વર્ષ પછી ફરીવખત શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા મહા મંગલકારી જિનબિંબોના શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 19 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી યોજાનાર છે જેના કારણે સમગ્ર મુમુક્ષુ સમાજમાં અનેરો ઉત્સાહ – આનંદ વર્તી રહ્યો છે જેમાં ભારતભરમાંથી તેમજ વિદેશના અનેક દેશીમાંથી અંદાજિત 20 હજાર લોકો આ મહોત્સવમાં જોડાશે.

સૈનોપતિ ચામુન્ડરાયને લગભગ 1042 વર્ષ પહેલા, ઈ.સ. 981 ની આસપાસ એક ઉજ્જવળ સ્વપન આવ્યું. તેમને સ્વપનમાં જોયું કે કર્ણાટકમાં શ્રવણ બેલગોલાના ગોમ્મટમિી પર્વતમાં ભગવાન રૂષભદેવનાં પુત્ર બાહુબલી મુનીનાની પ્રતિમા છુપાયેલી છે. તે સર્વપિત પ્રતિભાશાળી જૈન શાસકે, ગોમ્મટગિરી પર્વત ઉપર એક જ શિલામાંથી (મોનોલિયિક) 57 ફૂટ જાજસ્માન ઉપાઈની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરી ને આ સ્વરૂપને વાસ્તવિકતામાં ફેરવ્યું. આ મુનીનદ્ર ભગવાનને શાંતિ, અખંડિતતા અને અતુટ સંકલ્પના પ્રતિક તરીકે આદરવામાં આવે છે. અને તે જૈન-જૈનેતરસે બન્નેને પ્રેરણા આપે છે. આ પ્રતિમાને ભારતની સાત અજાયબીઓમાંની પ્રથમ અજાયબી માનવામાં આવી છે. આ બાહુબલી ભગવાનનો દર બાર વર્ષે થતાં મહા મસ્તક અભિપેડમાં હંમેશા આપણાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં બીજા નંબરની બાહુબલી મુનીશ્વરની પ્રતિમાજી સોનગઢ ખાતે બિરાજમાન થશે.

એક સમાંતર દ્રષ્ટીમાં પૂજજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં ભકતોએ પણ સોનગઢ, ભાવનગર, ગુજરાતનાં નાના ગામમાં આવી જ પ્રતિમા બિરાજમાન કરવાનું એક સ્વપન સેવ્યુ હતું કે જે આ પ્રદેશમાં આ પ્રકારની પ્રથમ પ્રતિમા છે. ભાવનગર જીલ્લાનાં નાનકડા સોનગઢ ગામને હક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતનું પણ ગૌરવ બનાવી દીધું.

બાહુબલી મુનીન્દ્ર ભગવાનની આ ભવ્ય પ્રતિમા, 41 ફુટની પ્રભાવશાળી ઉંચાઈ અને લગભગ 200 ટન વજન ધરાવતી વિશ્વની સૌથી ઉંચી મોનોલિહિક પ્રતિમાઓની એક છે.   બેંગ્લોર નજીકમાં રચાયેલી આ અસાધારણ શિલ્પ 400 ટનનાં ગ્રેનાઈટની એક શિલામાંથી એક પ્રખ્યાત કલાકાર દ્વારા રચાયેલું છે. 41 ફૂટ ઉંચાઈ, 14 ફૂટ પહોળાઈ અને 6.5 કુટ બહોળાઈ ધરાવતા કુશન કારીગરીનાં કળાના સ્મારકરૂપ આ કાર્યને પૂર્ણ કરવા માટે 14 મહિના સમર્પિત કરવામાં આવ્યા હતા કે જે હવે 50 ફુટની કુત્રીમ ટેકરી પર સ્થાપીત છે. આ પ્રભાવશાળી શિલ્પ ભાવનગર, પાલીતાણા અથવા સોનગઢમાંથી પસાર થતા માત્રીકોની નજરોને આકર્ષે છે. આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સોનગઢનું આકર્ષણને વધારે છે.

બાહુબલી મુનીન્દ્રને સોનગઢમાં જે કૃત્રિમ પહાડ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. તે પહાડ એક એન્જીનીયરીંગ અને આર્કિટેકચરલ અજાયબી છે. 84 બાય 114 ફૂટમાં ફેલાયેલો આ એક વિશાળ સ્તંભ વગરનો ગુલાબી પથ્થરનો ગુંબજ બનાવવામાં આવ્યો છે. આ વિશાળ  જગ્યામાં જૈન સિધ્ધાંતોને પ્રદર્શિત કરવાની યોજનાઓ સારી રીતે ચાલી રહી છે.

કાર્યક્રમની  રૂપરેખા

તા.19-1-2024 ને શુક્રવારનાં રોજ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ધર્મધ્વજા રોહણ અને ઈન્દ્ર પ્રતિષ્ઠા ઈન્દ્ર શોભાયાત્રા અને પૂ.ગુરુદેવનાં પ્રવચનથી થશે. તા.20-1-2024 ને શનિવારનાં રોજ ગર્ભ કલ્યાણક પૂર્વ ક્રિયા અંતર્ગત શાંતિ જાપ, શ્રી જિનેન્દ્ર દેવ અભિષેક અને પુજન. પૂ.ગુરુદેવશ્રીનું પ્રવચન અને શ્રીયાગ મંડળ વિધાન કરારશે. તા.21-1-2024 ને રવિવારનાં રોજ શ્રી ગર્ભકલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે જેમાં શાંતિ જાપ, શ્રી જિનેન્દ્ર દેવ અભિષેક અને પુજન, સૌધર્મ ઈન્સભા, રાજા નાભીરાય રાજસભા, 16 સ્વપન ફળ પ્રદર્શન અને ગર્ભકલ્યાણક પુજન થશે. તા.22-1-2024 ને સોમવારે જન્મકલ્યાણક દિનમાં જન્કલ્યાણક શોભાયાત્રા, જન્મ કલ્યાણક પુજન, પાંડુકશિલા ઉપર જન્માભિષેક અને તાંડવ નૃત્ય યોજશે. તા.23-1 2024 ને મંગળવારનાં રોજ તપ કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવશે જેમાં લોકાંતિક દેવ આગમન, પૂર્વભવ પ્રદર્શન, પાલખી માટે રાજા-દેવગણ સંવાદ, દીક્ષાવન યાત્રા, વૈરાગ્ય પ્રવચન, દિક્ષા ગ્રહણ વિધી, કેશક્ષેપણ વિધી, તપ કલ્યાણક પુજન કરવામાં આવશે. તા.24-1-2024 બુધવારનાં રોજ જ્ઞાનકલ્યાણક દિન ઉજવણીમાં શ્રેયાંશકુમાર દ્વારા આહારદાન સંબંધે સ્વપનદર્શન, આહારદાન અને મુનિરાજ ભકિત યોજાશે. તા.25-1-2024ને ગુરૂવારનાં રોજ મોક્ષ કલ્યાણક દિન અંતર્ગત યોગ નિરોધ, નિર્વાણ પરિદ્રશ્ય. મોક્ષ કલ્યાણક પુજન અને ભકિત, જિનબિંબ શોભાયાત્રા, જિનબિંબ સ્થાપના અને શાંતિ યજ્ઞ કરવામાં આવશે. તા.26-1-2024ને શુક્રવારના રોજ  મુનિશ્વર બાહુબલી અંતરંગદર્શન અને મહામસ્ત કાભિષેક, પૂજન અને જિનબિંબની ભકિત કરવામાં આવશે.

15000થી વધુ મુમુક્ષુઓ એક સાથે બેસી કાર્યક્રમને માણી શકશે

આ સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારનાર મુમુક્ષુઓ માટે વિશાળ જર્મન ડોમમાં એક સાથે 15000 થી વધુ મુમુક્ષુઓ બેસીને સમગ્ર કાર્યક્રમ માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. પધારનાર સૌ મુમુક્ષુઓ માટે કાર્યક્રમ બાદ 5000 લોકો એકી સાથે ભોજન લઈ શકે તેવા 2 ડોમની સુંદર વ્યવસ્થા પણ સામેલ છે.

પ્રતિષ્ઠાચાર્ય તરીકે આ પંચકલ્યાણકની શાસ્ત્રોક્તવિધિ પ્રતિષ્ઠાચાર્ય   સુભાષભાઈ શેઠ વાંકાનેર તથા વિદ્દાન બાલબ્રહ્મચારી  હેમતભાઈ ગાંધી (સોનગઢ) તથા સહયોગી પ્રતિષ્ઠાચાર્ય દ્વારા સંપન્ન થશે જ્યારે રૂષભ દેવાનાં માતા પિતા તરીકે પંચકલ્યાણકમાં વિધિનાયક આદિનાથ ભગવાનના માતા પિતા બનાવાનું સૌભાગ્ય શ્રીમતિ મિનલબેન પ્રદિપભાઈ કામદાર તથા  પ્રદિપભાઈ પ્રાણલાલ કામદાર (દાદર હાલ સોનગઢ) તેમજ સૌધર્મ ઈન્દ્ર તથા સાચી ઈન્દ્રાણી તરીકે સૌધર્મ ઈન્દ્ર ઈન્દ્રાણી બનવાનું સૌભાગ્ય  હિતેનભાઈ અનંતરાય શેઠ અને ધર્મપત્ની શ્રીમતિ દીપાબેન હિતેનભાઈ શેઠ (વિલેપાલે – મુંબઈ) સંપ્રાપ્ત થયેલ છે.

આ ઐતિહાસિક અને અદ્ભુત જંબુદ્વિપનાં શાશ્ર્વત જિનેન્દ્ર વૃંદ આદિ ભગવંતોની પ્રતિષ્ઠા તથા  બાહુબલીમુનીન્દ્ર પ્રતિષ્ઠાપન મહોત્સવમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ’ રાજકોટ-ભાવનગર હાઈવે સોનગઢ ખાતે પધારવા દ્વારા  આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહીતી માટે 02846 244334 અને 91 પ2 78 52 78 ઉપર સંપર્ક કરવા  જણાવાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.