Abtak Media Google News

અબતક, જામનગર ન્યૂઝ :  રાજ્યની આયુર્વેદ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, કલોલ અને ગોધરા જિલ્લાની મળીને કુલ 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કર્યા છે.

અપૂરતી સુવિધાને કારણે રાજ્યની 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કર્યા છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, કલોલ અને ગોધરા જિલ્લાની મળીને કુલ 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યની આ 5 કોલેજોમાંથી 4 સેલ્ફ ફાઈનાન્સ કોલેજો છે. જ્યારે એક સરકારી કોલેજનું જોડાણ પણ રદ કરવામા આવ્યું છે. જયારે આણંદની ભાર્ગવા આયુર્વેદ કોલેજનું જોડાણ રદ કર્યા બાદ ફરી જોડાણ કરવામાં આવ્યું છે. ભાર્ગવા આયુર્વેદ કોલેજને દંડ અને બાહેધરી પત્ર લીધા બાદ જોડાણ ચાલુ રાખવામાં આવ્યું છે. જયારે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજ તો સરકારી હોવા છતાં એનું પણ એફિલિએશન રદ કરી દેવાયું છે. જેના હિસાબે આ નિર્ણય થી 280 સીટ નો ઘટાડો થશે.

યુનિવર્સિટીનાં ચેકીંગ દરમિયાન વિદ્યાર્થીઓને પૂરતા સાધનો અને પ્રેક્ટિસ કરવા હોસ્પિટલની સુવિધાનો અભાવ ને કારણે જોડાણ રદ કરવામાં આવ્યા હોવાનું આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એફિલિએશનની કાર્યવાહી દર વર્ષે કરવામાં આવે છે. ઇન્સ્પેક્શન કમિટી, હિયરિંગ કમિટી, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ ગવર્નન્સના નિર્ણયને આધિન હોય છે. આગામી સમયમાં આયુર્વેદ ક્ષેત્રે હવે રાજ્યની 26 કોલેજોમાં જ પ્રવેશ કાર્યવાહી થશે.

પ્રોફેસર અને જરુરી સુવિધાના અભાવ સહિતના મુદ્દ કોલેજના જોડાણ રદ: કુલપતિ ડો. મુકુલ પટેલ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંદર 29 જેટલી કોલેજ એફિલેટ થયેલ છે. તેમાં તેનું ઇન્પેકશન થતું હોય છે. જેમાં રીપોર્ટ તૈયાર થાય છે. જેના કારણે કંઇ કોલેજને માન્યતા આપવી અને કંઇ કોલેજને માન્યતા ન આપવી તે નકકી થાય છે. આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીની પ આયુવેદિક કોલેજને રદ કરવામાં છે. આ કોલેજમાં પ્રોફેસરો અને વ્યવસ્થાના અભાવે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રદ કરી છે. યુનિવર્સિટી અને દિલ્હી એનસીઆટી જો ત્રુટીઓ દુર કરે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ અને લોકોના આરોગ્ય સારુ કરી શકે.
કોલેજોની માન્યતા સૌ પ્રથમ સરકાર તરફથી મળે મંજુરી બાદ બે વર્ષ સુધી ઓપીડી ચલાવવી જોઇએ મીનીમમ પેસેન્ટની સંખ્યા જો કોલેજની સંખ્યા જેટલી હોય તો જ એને માન્યતા મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.