Abtak Media Google News

અધિક આસોનો ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ

હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનો ખૂબ જ મહિમા રહ્યો છે. આ માસ દરમિયાન ભક્તિ કિર્તનનો, દાન, પુણ્ય અને વ્રત કરવાની પંરપરા છે. આપણે જેમ કેલેંડરમાં લીપ ઈયર ઉજવીએ છીએ એ જ રીતે હિંદુ સંસ્કૃતિ પ્રમાણે અધિક માસ ઉજવવામાં આવે છે. આ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની ગણિતીક પ્રક્રિયા છે. એટલે કે, જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ મહિનાને અધિકમાસ કહેવાય છે.આ મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના પવિત્ર કાર્ય કરવામાં આવતા નથી.

આ મહિનાને મલિનમાસ પણ કહેવાય છે અને તેમાં માત્ર પ્રભુ ભક્તિ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન નામકરણ, જનોઈ, લગ્ન, અન્ય ધાર્મિક કાર્ય, હવન વગેરે જેવા કોઈ કાર્ય કરવામાં આવતા નથી ,અને માત્ર પુરુષોતમ ભગવાનનું પૂજન કરવામાં આવે છે.

વળી, આ વર્ષે તો લીપ વર્ષ અને આશ્વિન અધિકમાસ બંને સાથે આવ્યાં છે. આશ્વિન અધિકમાસ ૧૯ વર્ષ પહેલા ૨૦૦૧માં આવ્યો હતો. આ પહેલા લીપયરની સાથે અશ્વિન અધિકમાસ ૧૬૦ વર્ષ પહેલા ૨ સપ્ટેમ્બર ૧૮૬૦માં આવ્યો હતો.આમ, આ વર્ષનો અધિકમાસ ખૂબ વિશેષ મહત્વ ધરાવે છે.

શાસ્ત્રમાં જણાવ્યાનુસાર, જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત ૧૨ મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ કે મળમાસ આવે છે. એટલે કે, ૧૩મો મહિનો. સૌર વર્ષ ૩૬૫.૨૪ દિવસનું હોય છે, જ્યારે કે ચંદ્ર વર્ષ ૩૫૪.૩૨દિવસનું હોય છે. આ રીતે બંનેના કેલેંડર વર્ષમાં ૧૦.૮૭ દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિનાનું થઈ જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસનો નિયમ બનાવ્યો છે.

અધિકમાસ ક્યારે અને કેમ?

આ એક ખગોળશાસ્ત્ર અનુસાર, સૂર્ય ૩૦.૪૪ દિવસમાં એક રાશિને પાર કરી લે છે અને આ સૂર્યનો સૌર મહિનો છે. આવા બાર મહિનાનો સમય જે ૩૬૫.૨૫ દિવસનો છે. એક સૌર વર્ષ કહેવાય છે. ચંદ્રમાંનો મહિનો ૨૯.૫૩ દિવસનો હોય છે. જેનાથી ચંદ્ર વર્ષમાં ૩૫૪.૩૬ દિવસ જ હોય છે. આ અંતર ૩૨.૫ મહિના પછી આ એક ચંદ્ર મહિનાના બરાબર થઈ જાય છે. આ સમયને સમાયોજિત કરવા માટે દરેક ત્રીજા વર્ષે એક અધિકમાસ હોય છે. એક અમાસથી બીજી અમાસની વચ્ચે ઓછામાં ઓછુ એક વાર સૂર્યની સંક્રાંતિ થાય છે. આ પ્રાકૃતિક નિયમ છે. જ્યારે બે અમાસની વચ્ચે કોઈ સંક્રાંતિ નથી હોતી. તો એ મહિનો વધેલો એટલે કે, અધિકમાસ હોય છે. સંક્રાંતિવાળો મહિનો શુદ્ધ મહિનો, સંક્રાંતિ રહિત મહિનો અધિક મહિનો અને બે અમાવસ્યાની વચ્ચે બે સંક્રાંતિ થઈ જાય તો ક્ષય મહિનો હોય છે. ક્ષય મહિનો ક્યારેક ક્યારેક જ હોય છે.

આ વખતે આસો મહિનામાં અધિકમાસ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઇને ૧૬ ઓક્ટોબર સુધી ચાલશે. અધિકમાસને જ મલમાસ પણ કહે છે. કારણકે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી જેથી આ મહિનો મલિન થઇ જાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મલમાસને તેમુ નામ પુરૂષોત્તમ માસ આપ્યું છે. દર વર્ષે ૨૪ અગિયારસ હોય છે. પણ આ વર્ષે મલમાસના કારણે ૨૬ અગિયારસ હશે. અધિકમાસની પહેલી પુરૂષોત્તમ અગિયારસ ૨૭ સપ્ટેમ્બરે અને બીજી ૧૩ ઓક્ટોબરે હશે.

આ વખતે અધિક માસમાં ૧૫ દિવસ શુભ યોગ રહેશે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે ૧૭ ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે. અધિક માસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ ૯ દિવસ, દ્વિપુષ્કર યોગ ૨ દિવસ, અમૃતસિદ્ધિ યોગ ૧ દિવસ અને પુષ્પ નક્ષત્ર ૨ દિવસ સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય રહેશે.

અધિક માસમાં કયા દિવસે કયો શુભ યોગ

અધિકમાસની શરૂઆત ૧૮ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ નામના શુભ યોગમાં થશે. આ દિવસ ઘણો શુભ રહેશે.

અમૃતસિદ્ધિ યોગ અંગે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે, આ યોગમાં કરેલાં કાર્યોનું શુભ ફળ દીર્ઘકાલીન હોય છે. ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અમૃત સિદ્ધિ યોગ રહેશે.

અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યો છે. ૧૦ ઓક્ટોબરના રોજ રવિ પુષ્ય અને ૧૧ ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખ રહેશે જ્યારે કોઇપણ જરૂરી શુભ કામ કરી શકાય છે.

આમ, આ અધિકમાસમાં ૧૫ શુભ યોગ રહેશે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે ૧૭ ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે. અધિક માસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ ૯ દિવસ, દ્વિપુષ્કર યોગ ૨ દિવસ, અમૃતસિદ્ધિ યોગ ૧ દિવસ અને પુષ્પ નક્ષત્ર ૨ દિવસ સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.