Abtak Media Google News
  • ગૂગલે સેંકડો ‘કોર’ કર્મચારીઓની છટણી કરી
  • ઓછામાં ઓછા 200 કર્મચારીઓની છટણી

નેશનલ ન્યૂઝ : દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક દિગ્ગજ કંપની ગુગલમાં હડકંપ મચી ગયો છે અને છટણીનો સિલસિલો જોરો પર છે. થોડા દિવસો પહેલા જ ગુગલે આખી પાયથન ટીમને નોકરીમાંથી કાઢી નાખી હતી પરંતુ તેના થોડા જ સમય બાદ હવે ફરી એક વખત કંપનીમાં મોટી છટણીની ન્યૂઝ સામે આવી છે. ગુગલે 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. રિપોર્ટ અનુસાર Google Q1 Resultsથી પહેલા છટણી કરવામાં આવી છે.

Advertisement

ક્વાર્ટર પરિણામ પહેલા જાહેરાત

Googleએ ગઈ 25 એપ્રિલે પોતાના પહેલા ક્વાર્ટરમાં ધમાકેદાર ઈનકમ રિપોર્ટ કરવાના પહેલા પોતાની કોર ટીમમાં મોટી છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર તેના હેઠળ કંપનીએ ઓછામા ઓછા 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તેના ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ગુગલે પોતાના અમુક નિયુક્તાને ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. ગુગલે આ નવી છટણી થોડા દિવસો પહેલા ફ્લટર, ડાર્ટ અને પાયથન ટીમોમાંથી કર્મચારીઓને નિકાળ્યા બાદ કરી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.