Abtak Media Google News

હાલ મોટાભાગનાં શહેરોમાં મહતમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી પટકાયો, રવિવારથી ફરી ‘હીટવેવ’ માટે તૈયાર રહેવું પડશે

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે.ચૈત્રી દનૈયા ખૂબ તપયા બાદ હવે ફરી એકવાર ગરમીનું જોર ઘટ્યું છે.રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.હજી બે દિવસ તાપમાનનો પારો થોડો રાહત આપશે.રવિવારથી ફરી સૂર્ય નારાયણ આકાશમાંથી અગ્નિ વર્ષા કરશે.મેં માસમાં સૂરજદાદા વધી કાળઝાળ બનશે.આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડશે. ગરમીનું જોર ઘટ્યું છે પણ બફારો વધ્યો છે.સવારના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂવારે ગરમીનું જોર ઘટયું હતુ. મોટાભાગના શહેરોમાં મહતમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી નીચે પટકાયો હતો. હજી બે દિવસ વાતાવરણ સુકુ રહેશે પારો 39 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. દરમિયાન  રવિવારથી ફરી આકાશમાંથી અગન વર્ષા થશે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી આપવામાં  આવી છે. બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રનું અમરેલી શહેર ગુરૂવારે 39.6 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ આ ઉપરાંત ભાવનગરનું તાપમાન 37.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 30.6 ડિગ્રી, ઓખાનું તાપમાન 32.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 39 ડિગ્રી, વેરાવળનું તાપમાન 31.6 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન  38.3 ડિગ્રી, મહુવાનું તાપમાન  37.6 ડિગ્રી,  કેશોદનું તાપમાન  37 ડિગ્રી, ભૂજનું તાપમાન  38.3 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન  39.4 ડિગ્રી, નલીયાનું તાપમાન  33 ડિગ્રી, સુરતનું તાપમાન  38.4 ડિગ્રી,  અમદાવાદનું તાપમાન  39 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન  38.3 ડિગ્રી અને વડોદરાનું તાપમાન  38.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે.

હિટવેવથી બચવા શું કરવું?

હીટવેવ અથવા હીટસ્ટ્રોકથી બચવા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને જરૂર પડે તો ઓઆરએસ લ્યો. આ ઋતુમાં બેદરકારીને કારણે સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે છે.  ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનને કારણે ડાયેરિયા, પાચન તંત્રને લગતી સમસ્યાઓ, સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો ખતરો વધી શકે છે.  હીટવેવથી બચવા માટે પીવાના પાણી ઉપરાંત ખોરાક અને જીવનશૈલી સાથે જોડાયેલી અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.  સોફ્ટ ડ્રિંક્સ અથવા કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન ટાળો.  આ સિવાય કોફી અને ચાનું વધારે સેવન ન કરો.  બહાર જતી વખતે હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરો.  શરીરને તડકાથી બચાવવા માટે આખી બાંયના કપડાં પહેરો.

Screenshot 1 40 દેશનો 90% ભાગ હીટવેવને લઈને ડેન્જર ઝોનમાં

એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં ઘણા રાજ્યો હીટવેવના કહેરનો સામનો કરી રહ્યા હતા.  હાલમાં પણ ઘણા રાજ્યો એવા છે જ્યાં ગરમીનું મોજુ યથાવત છે.

પરંતુ હવે આ મામલે એક ભયાનક અહેવાલ સામે આવ્યો છે.  એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ’લૂ’ વધુ ને વધુ ખતરનાક બની રહી છે.

રિસર્ચ અનુસાર, હીટ વેવની અસરને કારણે દેશનો 90 ટકાથી વધુ વિસ્તાર ડેન્જર ઝોનમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.