Abtak Media Google News
  • હજી પણ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફુંંકાતા બેવડી ઋતુનો અનુભવ: રાજકોટનું 41 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો એક તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યાં બીજી તરફ હજુ પણ મિક્સ ઋતુનો અનુભવ થાય છે. હજી પણ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે લોકોને ડબલ સિઝનનો અહેસાસ થાય છે. આવી ડબલ સિઝનની વચ્ચે કરાયેલી આગાહી બીમારીઓ નોતરી શકે છે.

મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયુ સૌથી વધુ તાપમાન ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી આપવામાં આવી છે. આગામી તારીખ 12 અને 13 તારીખ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા 12 એપ્રિલ નવસારી,વલસાડ,સુરત, દીવ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 13 એપ્રિલે બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ માટે હોટ અને હ્યુમીડ એરને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ આપવામાં આવી છે.

  • અમદાવાદ         40.0
  • ગાંધીનગર         39.3
  • ડીસા                41.1
  • વડોદરા             38.6
  • સુરત                37.0
  • રાજકોટ             41.0
  • સુરેન્દ્રનગર         41.1
  • ભુજ                  41.7
  • કંડલા                40.7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.