Abtak Media Google News

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ થયા બાદ લગ્ન કરીને આવેલી પ્રેમિકાને પતિ બેરોજગાર હોવાની જાણ થઈ

શહેરમાં જામનગર રોડ પર આવેલા મોરબી હાઉસ પાસે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા યુવકને અમદાવાદની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યો બાદ બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ઓનલાઇન પ્રેમની આડ અસર થઈ હોય તેમ પતિ બેરોજગાર હોવાનું સામે આવતા પત્નીએ માવતર જવાનું કહેતા પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ ઉપર ભીસ્તીવાડ મોરબી હાઉસ પાસે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ધીરજ હેમંતભાઈ વાઘેલા નામનો 23 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર ધીરજ વાઘેલાને અમદાવાદની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદમાં બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા અને પ્રેમ લગ્ન બાદ સાથે રહેતી પ્રેમિકાને પતિ બેરોજગાર હોવાની અને કામ ધંધો કરતો નહીં હોવાની જાણ થતા પ્રેમિકાએ માવતરે પરત ફરવાનું કહેતા યુવકને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.