Abtak Media Google News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશનર તમામ ડીસીપી અને એસીપીની ઉપસ્થિતિમાં મિલકત-શરીર સંબંધી ગુનાઓ સંદર્ભે ચર્ચા

ડ્રગ્સ અને સાયબર અવરનેશ માટે ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવા સૂચન

તા.1 મે સ્થાપના દિવસની જામનગર ખાતે  ઉજવણીમા ભાગ લઈ  રાજયના પોલીસ વડા વિકાસ સહાયે  આજે બપોરના  સુમારે રાજકોટ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે આવી પહોચ્યા હતા.  રાજકોટપોલીસ કમિશ્નર રાજુભાર્ગવે ડી.જી.પી. વિકાસ સહાયનું બુકે આપી  સ્વાગત  કર્યું હતુ. બાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે  રાજકોટ શહેર ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવશે.

જામનગર ખાતે  ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવા રાજયના પોલીસ વડા વિકાસ સહાય ગતકાલે જામનગર ખાતે આવી પહોચ્યા હતા. જયા રાજકોટ રેન્જની

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જામનગર  એસપી કચેરી ખાતે એક જનરલ ક્રાઈમ કોનફરન્સ રાખવામાં આવી હતી.

રાજ્ય ડીજીપીનું જામનગર  એસપી કચેરીએ  પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેંમનું સ્વાગત કરાયું હતું. એસપી કચેરી ખાતે ત્યાર બાદ તેઓની અધ્યક્ષતા હેઠડ  એક જનરલ ક્રાઈમ બેઠક યોજી હતી જેમાં પોલીસના કાર્ય, અપરાધ ઉપર અંકુશ, સાયબર ક્રાઈમ તેમજ અનેક વિવિધ ગુનાહિત પ્રવૃત્તિને લઈ સજાગતા અને તે ડામવા માટે પગલાં લેવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠક બાદ રાજ્ય ડીજીપી  દ્વારા જામનગર એસપી ઓફીસ ખાતે પત્રકારો માટે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ દ્વારા આજની યોજાયેલ બેઠકમાં થયેલ ચર્ચા અંગે માહિતી પત્રકારો સમક્ષ રજુ કરી હતી. જેમાં શરીર અને મિલ્કત સંબંધી ગુનાઓનો એકશન પ્લાન અંગે  દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ નાબુદી મામલે રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ ક્રાઈમ બેઠકમાં રાજકોટ રેન્જ  આઈજીપી   અશોકકુમાર , જામનગર  પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલું , સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક   હરેશ દુધાત , મોરબી પોલીસ અધિક્ષક   રાહુલ ત્રિપાઠી , રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ અને દેવભૂમિ દ્વારકા  ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક   એમ.એમ. પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વિગત મુજબ ડીજીપી વિકાસ સહાય  જામનગર ખાતે  રાત્રી રોકાણ કર્યા બાદ આજે  ગાંધીનગર  જતા પુર્વે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે બપોર આવી પહોચ્યા હતા. જયા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ આવકારી સ્વાગત કર્યું હતુ. બાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે  વિકાસ સહાયે કમિશ્નર રાજુ ભાર્ગવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને  વ્યવસ્થા સંદર્ભે   ચર્ચા કરી હતી. જેમાં ડ્રગ્સ નાબુદી અભિયાન અને  સાયબર અવેરનેશ પર ભાર મૂકયો છે.

ડીજીપી વિકાસ સહાયે પોલીસ કમિશ્નર ક્રાઈમ કોન્ફરન્સ હોલમાં સી.પી. રાજુ ભાર્ગવ, જોઈન્ટ કમિશ્નર, તમામ ડીસીપી અને એ.એસ.પી. સહિત ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી હતી. જેમાંલાલપરી તળાવમાં ધડ વગરનો મહિલાની હત્યા કરાયેલા મૃતદેહ, કોઠારીયા રોડ પર વૃધ્ધાની હત્યા સહિત વણ ઉકેલ  ગુનાઓ અંગે  તેમજ શરીર અને મિલ્કત સંબંધ ગુનાઓ અટકાવવા તેમજ સાયબર  અને ડ્રગ્સ અંગે ગૃહ વિભાગની ગાઈડ લાઈન મુજબ કામગીરી  કરવા આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.