Abtak Media Google News
  • તેજી યથાવત : આજે ભાવ રૂ.73,200એ પહોંચ્યો : હજુ પણ ભાવ ઉચકાવવાના સંકેતો

National News : સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. 73000 રૂપિયાની સપાટી કુદાવ્યા બાદ સોના એ ફરી સર્વોચ્ચ ભાવ બનાવ્યો છે. તો સોનાની પાછળ પાછળ ચાંદી પણ રેકોર્ડ હાઇ લેવલે પહોંચી છે. વૈશ્વિક બજારમાં સોનાની વણથંભી તેજીથી સ્થાનિક બજારમાં પણ પીળી કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. પરિણામ સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ બની ગયું છે.

After Breaking The Level Of 73000 Rupees, The Price Of Gold Again Reached The Highest Level...
After breaking the level of 73000 rupees, the price of gold again reached the highest level…

સોનામાં વણથંભી તેજીનો માહોલ છે. આજે સોનાના ભાવ વધ્યા હતા. આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 73200 રૂપિયા ઓલટાઈમ હાઇ થયો છે. અગાઉ 1 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 71000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 71500 રૂપિયા થયો હતો. સ્થાનિક બજારમાં માત્ર 3 સપ્તાહમાં જ સોનું 4થી 5 હજાર રૂપિયા મોંઘુ થયું છે.

વિશ્વ બજાર વધી જતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલર ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ઐતિહાસિક તેજી આજે આગળ વધી હતી.સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે.

વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં વાયદા બજારમાં સોનું 2300 ડોલરની સપાટી કુદાવી ગયો છે. ગોલ્ડ જૂન કોમેક્સ ફ્યૂચર 2308.80 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ક્વોટ થયું છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી પણ ઉછળીને 26.88 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.

એલકેપી સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદી કહે છે, એમસીએક્સ ગોલ્ડમાં તેજી ચાલુ રહી છે. ટ્રેડિંગની શરૂઆતમાં સોનાનો વાયદો 400 રૂપિયા વધીને 69400 રૂપિયા થયો હતો. જો કે ત્યારબાદ નજીવા પ્રોફિટ બુકિંગ બાદ ઘટીને 69150 રૂપિયા થયો હતો. 27 માર્ચ ગોલ્ડ ફ્યૂચર 66000 રૂપિયા હતું ત્યારબાદ તેમાં 3000 રૂપિયાની તેજી આવી છે. યુએસ ફેડ રેટ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેતથી બુલિયન બજારમાં તેજીનો માહોલ છે. સોનાના ભાવ 68500 રૂપિયાની ઉપર ટકી રહે, તો સોનું ચાંદી માં આઉટલૂક તેજી તરફી છે.

માર્કેટ તેજી સાથે ખુલ્યા બાદ રેડ ઝોનમાં સરકી ગયું

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. તે જ સમયે, મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 50,000 ને પાર કરી ગયો હતો. બીએસઇ પર સેન્સેક્સ 407 પોઈન્ટના ઉછાળા સાથે 74,284 પર ખુલ્યો હતો. તે જ સમયે, એનએસઇ પર નિફ્ટી 0.51 ટકાના વધારા સાથે 22,549 પર ખુલ્યો હતો. જો કે બાદમાં માર્કેટ રેડ ઝોનમાં પણ સરકી છે. બજાર ખૂલતાંની સાથે એચડીએફસી બેન્ક, એનટીપીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેન્ક નિફ્ટીમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, અપોલો હોસ્પિટલ, એસબીઆઈ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર સપાટ બંધ થયું હતું.બીએસઈ પર સેન્સેક્સ 27 પોઈન્ટના ઘટાડા સાથે 73,876 પર બંધ થયો હતો. તે જ સમયે, એનએસઇ પર નિફ્ટી 0.04 ટકાના ઘટાડા સાથે 22,443 પર બંધ થયો. શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ટીસીએસ, એક્સિસ બેંકનો બિઝનેસ દરમિયાન ટોપ ગેઇનર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, નેસ્લે ઈન્ડિયા, બજાજ ઓટો, ડૉ.રેડ્ડીઝ, કોટક બેંકમાં ઘટાડા સાથે વેપાર થયો હતો. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.2 ટકા વધ્યા છે.

બ્લેકસ્ટોન આગામી 5 વર્ષમાં માર્કેટમાં રૂ.2 લાખ કરોડનું રોકાણ કરશે

ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી મેજર બ્લેકસ્ટોન, જે 1 ટ્રિલિયન ડોલરની એસેટનું સંચાલન કરે છે, તે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 25 બિલિયન ડોલર એટલે કે રૂ.2 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.  બ્લેકસ્ટોનના ચીફ ઓપરેટિંગ ઓફિસર જોનાથન ગ્રેએ અહીં જણાવ્યું હતું કે બ્લેકસ્ટોન માટે યુએસ અને યુકે પછી ભારત ત્રીજું સૌથી મોટું રોકાણ સ્થળ છે.  “તમારી પાસે પુષ્કળ વૃદ્ધિ છે, પરંતુ પુષ્કળ મૂડી નથી તે હકીકત એ છે કે વધુ વળતરની તક ઊભી કરે છે,” તેમણે કહ્યું.  કંપની ભારતમાં મોટું રોકાણ કરવા માટે ઉત્સાહિત છે કારણ કે અગાઉનું રોકાણ સફળ રહ્યું છે.

“જો તમે છેલ્લા 10-20 વર્ષોમાં શેરબજારના વળતર પર નજર નાખો તો, ડોલરના સંદર્ભમાં યુએસ પ્રથમ નંબરે છે, પરંતુ ભારત બીજા નંબરે છે. ભારત એક એવી જગ્યા બની ગયું છે જ્યાં વધુને વધુ વૈશ્વિક રોકાણકારો ધ્યાન આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.