Abtak Media Google News

ચાંદીમાં પણ તેજી, ભાવ 69 હજારે પહોંચ્યો

સોનું આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયું છે.  ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર 9 જાન્યુઆરીએ બુલિયન માર્કેટમાં સોનું રૂ. 749 મોંઘુ થઈને રૂ. 56 હજાર 336 પર પહોંચી ગયું હતું.  અગાઉ ઓગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘુ બન્યું હતું.  ત્યારે 10 ગ્રામની કિંમત 56 હજાર 200 રૂપિયા હતી.  નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાનો ભાવ 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે.આજે સવારના કારોબારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે આજે બુલિયન માર્કેટમાં ચાંદી 1,186 રૂપિયા વધીને 69,074 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.  6 જાન્યુઆરીએ તે 67,888 હજાર હતો.

ગયા વર્ષે સોના અને ચાંદીના ભાવમાં અદભૂત વધારો જોવા મળ્યો હતો.  આ વર્ષે સોનું રૂ. 48,279 થી વધીને રૂ. 54,867 પ્રતિ 10 ગ્રામ થયું છે.  એટલે કે 2022માં સોનાની કિંમતમાં 6,588 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.  જ્યારે 2022માં ચાંદી 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.  એટલે કે આ વર્ષે તેની કિંમતમાં 6,057 રૂપિયાનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.