Abtak Media Google News

અલગ અલગ જ્ગ્યાએથી 6 બ્રાન્ડ આઈસ્ક્રીમના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા: કેરીના 19 વેપારીઓને ત્યાં ચેકીંગ, જોકે કઈ હાથ ન લાગ્યું

ઉનાળાની સિઝનમાં આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય છે.ત્યારે કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા  અલગ અલગ બ્રાંડ્ના આઇસ્ક્રિમના નમુના લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત  પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઈડના ઉપયોગથી કેરી પકવવામાં નથી આવતીને તે અંગે કુલ 19 વેપારીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

01 11
ફૂડ વિભાગ દ્રારા આજે ચેકીંગ દરમિયાન પેડક રોડ પર વલ્લભનગર-1 માં રવીરાજ રેફ્રીજરેશનમાંથી અમેરિકન ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ , વિમલ અરેબિયન ડીલાઈટ આઈસ્ક્રીમ અને ક્રિમ બેલ ફાંરસિયા બોર્નબોન બાઈટ આઈસ્ક્રીમ, ઘનશ્યામ ઇન્ડ. એરિયામાં વિરાણી આઘાટમાં પ્રિયા એન્ટરપ્રાઇસમાંથી શીતલ કાજુ ગુલકંદ આઇસક્રીમ, શીતલ પાર્ક મેઈન રોડ પર જય જલિયાન એન્ટર પ્રાઇસમાંથી મોમાઇ માવા બદામ મીડીયમ ફેટ આઇસ્ક્રીમ અને ગાંધીગ્રામમાં અજંતા આઇસ્ક્રીમમાંથી બદામ મસ્તી આઈસ્ક્રીમના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

03 4
દરમિયાન આજે મવડી મેઈન રોડ પર ખોડીયાર ડેરી ભંડાર, શ્રીજી સીઝન સ્ટોર, પટેલ કેરી ભંડાર, જલીયાણ સીઝન સ્ટોર, આસોપાલવ સીઝન સ્ટોર, મોમાઇ ફ્રુટ, મવડી મે.રોડમાં કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં શ્રી ગુરૂનાનક ફ્રુટ, થોફણભાઇ જોધાભાઇ, ગુરૂકૃપા ફ્રુટ, ભુપતભાઇ ભાણાભાઇ મુંધવા, અલ્પના ફ્રુટ સેન્ટર, રોયલ ફ્રુટ્સ,જય ખોડીયાર,  શ્રી રામ ફ્રુટ, બાલાજી ફ્રુટ, દરીયાલાલ ફ્રુટ, વી.એમ.ફ્રુટ, ડી.એમ. ફ્રુટ અને શ્યામ ફ્રુટમાં કાર્બાઈડથી કેરી પકકવામાં નથી આવતીને તે અંગે ચેકીંગ હાથ ધરાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.