Abtak Media Google News

59 બોલમાં 6 સિક્સર અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 102 રન ફટકાર્યા

સમર્થ વ્યાસની આક્રમક અને અણનમ સદીની મદદથી કચ્છ વોરિયર્સની ટીમે એસપીએલ-2માં ઝાલાવાડ રોયલ્સની ટીમને 36 રને પરાજય આપ્યો છે. આજે બે મેચ રમાશે. જેમાં બપોરે ગોહિલવાડ ગ્લેડિયર્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે જ્યારે સાંજે 7 વાગ્યાથી સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે જંગ જામશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત એસપીએલ-2માં ગઇકાલે રમાયેલા લીગ મેચમાં ઝાલાવાડ રોયલ્સના સુકાની શેલ્ડન જેક્શને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સમર્થ વ્યાસે 59 બોલમાં 6 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 102 રન ફટકાર્યા હતા. સમર્થની એસપીએલની પ્રથમ સદી હતી. આ ઉપરાંત આલોક રંજને 36 રન ફટકાર્યા હતા. ઝાલાવડ વતી સમર ગજ્જરે 16 રન આપી બે વિકેટો ખેડવી હતી.

03. Samarth Vyas Hits Ton

કચ્છ વોરિયર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 189 રનનો તોતીંગ જુમલો ખડક્યો હતો. 190 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ઝાલાવાડ રોયલ્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 152 રન બનાવી શકી હતી. શેલ્ડન જેક્શને 44 બોલમાં 50 રન અને જય ગોહિલે 32 બોલમાં 39 રન ફટકાર્યા હતા. કચ્છ વોરિયર્સની ટીમનો 36 રને વિજય થયો હતો.

01. Toss

આક્રમક અણનમ સદી ફટકારી જીતમાં સિંહફાળો આપનાર સમર્થ વ્યાસને રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે મેન ઓફ ધી મેચનો ખિતાબ એનાયત કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.