Abtak Media Google News

ભારતીય વાયુસેનાનું અત્યાધુનિક માલવાહક વિમાન જે સુપર હકર્યુલિસ સાથે ગડ કમાન્ડો પણ એકસપ્રેસવે પર ઉતર્યા

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ૧૭ ફાઈટર પ્લેનનું ટચ ડાઉન શરૂ થઈ ગયું છે. તેમાં જેગુઆર, સુખોઈ અને મિરાજ કેટેગરીના ફાઈટર પ્લેન સામેલ થશે. લખનઉ- આગરા એક્સપ્રેસ-વે પર પહેલું લેન્ડિંગ હરક્યુલિસ ઈ-૧૩૦નું થયું હતું. તેમાંથી ગરુડ કમાન્ડો ઉતર્યા હતા. આ ઉપરાંત જેગુઆરના ૩ લડાકુ વિમાનના પણ ટચ ડાઉન થયા હતા. આજે કુલ ૨૦ લડાકુ વિમાનનું ટચ ડાઉન કરવામાં આવશે.

હરક્યુલિસે ગાઝિયાબાદના હિડન એરબેઝથી ઉડાન ભરી હતી. એક્સપ્રેસ વે પર લેન્ડિંગ પછી તેમાંથી ગરુડ કમાન્ડો ઉતર્યા હતા.

રક્ષા મંત્રાલયના પીઆરઓ ગાર્ગી મલિકના જણાવ્યા પ્રમાણે ૩.૨ કિમીના રન વે પર આ કોઈ એર શો નથી પરંતુ એરફોર્સનું ઓપરેશન છે. રુલ ૧૭ વિમાન રનવે પર ઉતરશે.

કયા કયા ફાઈટર પ્લેન્સની લેન્ડિંગ

ગોરખપુર એરબેઝથી ઉડાન ભરનાર ત્રણ જેગુઆર એક્સપ્રેસ-વે પર ઉતર્યા હતા. જ્યારે મિરાજે ગ્વાલિયર બેઝથી ઉડાન ભરી હતી.

એક્સરસાઈઝના અંતમાં હરક્યુલિસ ગરુડ કમાન્ડો લઈને જશે.

બીજી વાર એક્સપ્રેસ હાઈવે પર થયો ટચ ડાઉન અભ્યાસ

દેશમાં પહેલીવાર એક્સપ્રેસ-વે પર આટલા મોટા લેવલ પર એરફોર્સનું ટચડાઉન છે. ગયા વર્ષે ૨૧ નવેમ્બરે પણ આ એક્સપ્રેસ વે ઉપર ટચ ડાઉન થયું હતું. સોમવારે આખા દિવસ દરમિયાન ૧૦૦ ટેન્કર પાણીથી લખનઉ-આગરા એક્સપ્રેસ વે ધોવામાં આવ્યો છે.

ઈમરજન્સીમાં થશે ઉપયોગ

ઉત્તરપ્રદેશના યમુના એક્સપ્રેસ-વે પર મંગળવારે એરફોર્સનું આજ સુધીનું સૌથી મોટું ટચડાઉન હશે. લેનવાળા ૩૦૨ કિમી લાંબા હાઇવે પર ૧૬ ફાઇટર પ્લેન અને ચાર કાર્ગો પ્લેન ટચડાઉન કરશે અથવા લેંડ કરશે. ખાસ વાત છે કે પહેલી વાર કાર્ગો પ્લેન એએન ૩૨ અને અભ્યાસ દરમિયાન લેન્ડ કરશે. ૧૬ ફાઇટર પ્લેનમાં સુખોઇ-૩૦ એમકેઆઇ, મિરાજ ૨૦૦૦ અને જગુઆર પ્લેન ભાગ લેશે. અભ્યાસ લખનઉ અને કાનપુર વચ્ચે સ્થિત ઉન્નાવ જિલ્લમાં ૩ કિમી લાંબી એરસ્ટ્રીપ પર થશે. ૨૦ થી ૨૪ ઓક્ટોબર સુધી યમુના એક્સપ્રેસ-વેના કેટલાક ભાગો પર ટ્રાફિક બંધ રાખવામાં આવ્યો છે.

૧૨ હાઇવે લેંડિંગ માટે તૈયાર થઇ રહ્યા છે, અહીંથી આખા દેશને કવર કરી શકાય છે. કેન્દ્રીયપરિવહન મંત્રાલય અત્યાર સુધી ૧૨ હાઇવેને ફાઇલટર પ્લેનના લેંડિંગ માટે ડેવલપ કરી રહ્યું છે. આમાં ત્રણ નક્સલી વિસ્તાર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં છે. સૈન્ય એક્સપર્ટ મુજબ પસંદ કરાયેલા ૧૨ હાઇવેથી ઇમરજન્સીની કોઇ પણ સ્થિતિ દરમિયાન આખા દેશને કવર કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.