Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા હંમેશા ખેડૂતોના હિતને વરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાજેતરમાં કપાસની ખરીદી પર મણે રૂ.૧૦૦ના બોનસ આપવાની જાહેરાત છે. ખેડૂતોને ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોએ કરેલી કઠીન મહેનતનું ફળ મળે એ માટે કપાસની ખરીદી ટેકાના ભાવથી વિવિધ કેન્દ્રો પરથી કરવાની ભાજપને કરી છે. સાથો સાથ રૂ.૧૦૦ જેટલું વધારાનું બોનસ આપી ખેડૂતોને ખુશખુશાલ કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને ભાજપ અગ્રણી અને ખેડૂત નેતા ચેતનભાઈ રામાણી તથા ખેડૂત પુત્ર અને શિક્ષણ વિદ્ ડો.શાંતિલાલ વિરડીયાએ આવકાર્યો છે.

Advertisement

સરકારે ખેડૂતલક્ષી ખૂબ જ સરસ નિર્ણય કર્યો છે. ત્રણ લાખ જેટલી રકમ ખેડૂતોને વગર વ્યાજે લોન પર મળે, મગફળીના રૂ.૯૦૦ના ટેકાના ભાવેથી ખરીદી કરવાનો નિર્ણય, ઈલેકટ્રીક હમેશા રાત-દિવસ રહે વગેરે નિર્ણયો કર્યા છે. ચેતનભાઈ રામાણી અને ડો.શાંતિલાલ વિરડીયાએ મુખ્યમંત્રી સમક્ષ કપાસની જેમ મગફળીની ખરીદી પર પણ રૂ.૧૦૦ બોનસ આપી ખેડૂતોની લાગણી અને માંગણીને સંતોષ આપે તેવી માંગણી કરી છે. ખેડૂતોને વ્યાજબી ભાવ મળે અને યોગ્ય વળતર મેળવી ખેડૂતો શાંતિનો અનુભવ કરે અને ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ છે તેવી પ્રતીતિ ભાજપ સરકારે ખેડૂતો માટે લીધેલ નિર્ણયને ખેડૂતોએ આવકાર્યા છે અને વિશેષ આવકારશે તેવી આશા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.