Abtak Media Google News

કેસને લઈ ૪૩ સાક્ષીઓની સુચી અદાલતને સોંપાઈ

સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ૨૦૧૭ના રાજયસભા ચુનાવ સંબંધિત જે યાચિકા રજુ કરવામાં આવી હતી તેના પર કોર્ટે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, ‘એવુ લાગી રહ્યું છે કે, આ કેસને લઈ કોઈ ખુબ જ વધુ બેચેન છે.’ ત્યારે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસના આદેશ પહેલા આ કેસની અંતિમ સુનાવણી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

જે ફેબ્રુઆરીના પહેલા જ દિવસે આ કેસની સુનાવણી અંગે વાત કરવામાં આવી હતી ત્યારે સુપ્રિમની બેંચે જણાવતા કહ્યું હતું કે, કોર્ટ રજીસ્ટ્રી મારફતે જાણવા માંગે છે કે આ કેવી રીતે થયું ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેંચ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ૨૬ ઓકટોબર ૨૦૧૮ના નિર્ણય વિરુઘ્ધ અહેમદ પટેલની સુચી ઉપર ટીપ્પણી કરવામાં આવી હતી.

અહેમદ પટેલ તરફથી કપીલ સિબ્બલ તથા અભિષેક મનુ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, અહેમદ પટેલ સામેના કેસો સુચિબઘ્ધ થવાથી તેઓને પણ આશ્ચર્ય થયો છે. આ મુદાને લઈ સુપ્રિમની બેંચે જણાવતા કહ્યું હતું કે, તેઓ કોઈ વ્યકિત પાસેથી નહીં પરંતુ નકકર રજીસ્ટ્રી પાસેથી જાણવા માંગણે છે કે, આ જે ઘટના ઘટીત થઈ તેનું કારણ શું હતું ? ત્યારે અહેમદ પટેલે હાઈકોર્ટના નિર્ણયને ચુનોતી આપી હતી.

ત્રીજી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સુપ્રિમ કોર્ટે અહમદ પટેલને રાજયસભામાં પોતાના નિર્વાચનને ચુનોતી આપવાના મામલે ટ્રાયલનો સામનો કરવાનું જણાવ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તો બીજેપીના ઉમેદવાર બલવંતસિંહ રાજપુતને અહમદ પટેલ દ્વારા ચુનોતી આપવામાં આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ૨૬ ઓકટોબર ૨૦૧૮ના આદેશમાં હસ્તક્ષેપ કરવા માટે નકાર્યો હતો અને જણાવ્યું હતું કે, બલવંતસિંહ રાજપુતના આરોપો ઉપર ટ્રાયલ કરવાની જરૂર છે.

ત્યારે રાજપુતે પોતાની ચુંટણી યાચિકામાં કોંગ્રેસના ૨ વિધાયકોના ખોટા વોટ હોવાના કારણે ચુંટણીપંચના નિર્ણયને પણ ચુનોતી આપી હતી ત્યારે ભાજપના નેતા પોતાની યાચિકામાં જણાવ્યું હતું કે, જો તેબે વોટ તેમના માટે ગણવામાં આવ્યા હોત તો તે અહેમદ પટેલને હરાવવામાં સફળ થાત જેને લઈ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ મુદાને લઈ જયારે સંબંધિત પક્ષો કોર્ટમાં હાજર રહ્યા છે તેથી કોઈપણને નોટિસ પાઠવવાની જરૂરત રહેતી નથી ત્યારે કોર્ટના જણાવ્યા અનુસાર આ યાચિકા ઉપર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ સમય દરમિયાન હાઈકોર્ટ ટ્રાયલની કાર્યવાહી શરૂ કરી શકશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.