Abtak Media Google News

પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.

Advertisement

વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે. પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરણ કરી ગયા હતાં. હજુ જો કે એ સ્પષ્ટ નથી કે અભિનંદનને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને.

આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાનથી ભારત પરત આવશે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના સીનિયર અધિકારીઓ અને મોદી સરકારના ઘણાં મંત્રીઓ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.