Abtak Media Google News
  • એર ઈન્ડિયાએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં 180 નોન-ફ્લાઇટ સંબંધિત કર્મચારીઓને છૂટા કર્યા છે.
  •  છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓ અને પુનઃ કૌશલ્યની તકોનો ઉપયોગ કરવામાં સક્ષમ ન હતા.

નેશનલ ન્યૂઝ : ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં 180 નોન-ફ્લાઇટ સંબંધિત કર્મચારીઓને છૂટા કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, એરલાઈને સ્પષ્ટતા કરી છે કે છૂટા કરાયેલા તમામ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓ અને પુનઃ કૌશલ્યની તકોનો ઉપયોગ કરવામાં સક્ષમ ન હતા.

નોંધનીય છે કે જ્યારે એર ઈન્ડિયા ખોટમાં ચાલી રહી હતી ત્યારે ટાટા ગ્રુપે વર્ષ 2022માં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી અને ત્યારથી તેના બિઝનેસ મોડલને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ શુક્રવારે માહિતી આપી હતી કે ફિટમેન્ટ પ્રક્રિયાના ભાગ રૂપે, કર્મચારીઓને તેમની લાયકાત અને સંગઠનાત્મક જરૂરિયાતોના આધારે નોન-ફ્લાઈંગ કાર્યોમાં જવાબદારીઓ આપવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાએ કેન્ટીન સર્વિસ, હાઈજીન અને એસી સર્વિસ સ્ટાફના કર્મચારીઓને કાઢી મૂક્યા છે. એરલાઈન્સ દ્વારા કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 180થી વધુ જૂના કર્મચારીઓ હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયામાં લગભગ 18,000 કર્મચારીઓ છે. અગાઉ 12 માર્ચે એરલાઈને 53 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.