Abtak Media Google News

એર ઈન્ડિયાની આ ઓફર વહેલા તે પહેલાના ધોરણે કાર્યરત છે.. 

એર ઈન્ડિયા એવી ઓફર લઈને આવ્યું છે જેને અવગણવાની ભૂલ કોઈ નહીં કરી શકે. ગુજરાતીમાં કહેવત છે કે સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રા બસ એવી જ કઈક ઓફર અહી જોવા મળશે. અને જેને યુરોપ એશિયા કે યુકે જવાની ઇચ છે તે લોકો તો ખાસ આ ઓફરનો લે.

Whatsapp Image 2023 08 18 At 12.20.40 Pm

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા મુસાફરો માટે શાનદાર ઑફર્સ લઈને આવી છે. એરલાઈને તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ નેટવર્ક પર 96-કલાકનું વિશેષ વેચાણ શરૂ કર્યું છે.

આ ઓફરનો લાભ એર ઈન્ડિયાની વેબસાઈટ (airindia.com) અને મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરીને મેળવી શકાય છે. બુકિંગ સેવા સંપૂર્ણપણે મફત છે. એર ઈન્ડિયાના ફ્લાઈંગ રિટર્ન્સ સભ્યો તમામ ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ પોઈન્ટ મેળવી શકે છે.

એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ ઉપરાંત, વેચાણ હેઠળની બુકિંગ અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (OTAs) દ્વારા ડાયરેક્ટ ચેનલ બુકિંગ સાથે સંકળાયેલા વિશેષ લાભો વિના પણ કરી શકાય છે. આ સેલ હેઠળ સીટો મર્યાદિત છે અને વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ છે.

એરલાઈને 17મી ઓગસ્ટથી વેચાણ શરૂ કર્યું છે. મુસાફરો 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2023 વચ્ચે પસંદગીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી માટે 20 ઓગસ્ટ, 2023 સુધી ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટનું વેચાણ 20 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ઓફરના મુખ્ય આકર્ષણો

ફ્લાઈટના બૂકિંગની શરૂઆત 1470 રૂપિયાથી થાય છે.

એર ઈન્ડિયા ફ્લાઈટના બૂકિંગમાં 30% સુધીની છૂટ.

આ ઓફર ઈકોનોમી અને બિઝનેસ ક્લાસ માટે પણ ઉપલબ્ધ છે.

AieIndia.com દ્વારા ટિકિટ બૂકિંગ પર સ્પેશિયલ લાભ મળશે.

સિલેકટેડ રુટ અને ઓફરમાં સમાવિષ્ટ દેશ માટે સેલ દરમિયાન કોઈ સુવિધા શુલ્ક નહીં હોય.

બૂકિંગ સમય મર્યાદા : ૧૭-૨૦ ઓગષ્ટ ૨૦૨૩

મુસાફરી માટેની સમય મર્યાદા

૧ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ (ભારત અને શાર્ક દેશ માટે ફ્લાઇટ )

૧૫ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ (યુરોપ/યુકે, સાઉથ-ઈસ્ટ એશિયા, ગલ્ફ કન્ટ્રી, સાઉદી આરબ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.