Abtak Media Google News

Table of Contents

ચૂલા ઠારવાની પ્રાચિન પરંપરા આજે પણ અકબંધ

બોળચોથથી પારણા નોમ સુધીનાં આ પારંપરિક ઉત્સવમાં બહારથી મોટેરાઓ અનેરા ઉત્સાહથી જોડાય છે: ગોકુળ આઠમના ઉત્સવે, કાનુડાના જન્મોત્સવમાં કાઠીયાવાડ વૃંદાવન બની જાય છે

રાંધણ છઠ નો મહિમા સાથે લોકમેળાની પરંપરા યથાવત છે: સમગ્ર દેશમાં કાઠીયાવાડી એકમાત્ર શ્રાવણ મહિનો શિવની આરાધના સાથે તહેવારોનો ધામધૂમથી ઉત્સવ મનાવે છે: કાઠીયાવાડ નો શ્રાવણ મહિનો પતા પ્રેમીઓ માટે અનોખો બની જાય છે: બાળકોની રમકડા ખરીદી સાથે આસપાસના સ્થળોની પરિવાર સાથે પિકનિક મોજ મજા કરાવી જાય છે

આજથી ત્રણ ચાર દાયકા પહેલા શ્રાવણી પર્વના તહેવારોની ઉજવણી મહિના અગાઉ શરૂ થઈ જતી હતી, જે આજે આગલા દિવસે થાય છે; દુનિયા આખી માં કાઠીયાવાડના સાતમ આઠમનો તહેવાર અને આસો મહિનાની નવરાત્રી નો ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલતું હોવાથી આ બે મહિના તહેવારોનો મહોત્સવ ગણાય છે

ભારતીય સંસ્કૃતિના ગુજરાતી મહિનામાં દર માસે એક બે તહેવારોની રંગત જોવા મળે છે. હોળી દિવાળી જેવા તહેવારોની સાથે એકમાત્ર શ્રાવણ માસ ઉત્સવોનો મહા માસ તરીકે ઓળખાય છે. રક્ષાબંધનથી શરૂ થતી ઉત્સવ ની આ હારમાળા દિવાળી સુધી ચાલુ રહે છે. કાઠીયાવાડમાં બે તહેવારો લગભગ એક અઠવાડિયું ચાલે છે જેમાં નવરાત્રી અને આ સાતમ આઠમના તહેવારો છે શિવજીનો માસ શ્રાવણ ભક્તિભાવ માટે પવિત્ર અને સર્વોત્તમ ગણાય છે. કૃષ્ણ જન્મોત્સવે કાનુડાના રંગે રંગાઈને આ આખો માસ શિવાલયો માં મહાદેવ ભોળાનાથ ની સવાર સાંજની પૂજન અર્ચન આરતીનું મહત્વ વધી જાય છે. કાઠીયાવાડી પ્રજા ઉત્સવ પ્રિય છે, સાથે તહેવાર પ્રિય પણ છે આ પ્રજા પુરા આનંદથી તહેવારો ની ઉજવણી કરે છે.

આજથી ત્રણ ચાર દાયકા પહેલા લોકો શ્રાવણ મહિનાની રાહ જોતા હતા, સાતમ આઠમ ના તહેવારોની મહિલાઓ અગાઉ તૈયારી અને પ્લાનિંગ કરતા હતા. રાંધણ છઠમાં શું બનાવવું તે પણ પરિવાર સાથે બેસીને નક્કી કરતા, એ સમયના શિવ મંદિરો માં દેવ દર્શને બધા જતા અને ભક્તિ ભાવ સભર વાતાવરણ પારિવારિક ભાવનાની ખીલવણી કરતા હતા. બાળકો માટે આ તહેવારો મોજ મસ્તીના આનંદ સાથે અનોખો લાહવો હતો .જેમાં લોકમેળાની મજા સાથે ટાઢું ખાવાની મજા અનેરો આનંદ આપતી હતી. સોશિયલ મીડિયા જેવું કોઈ ચલણ ન હોવાથી બધા જ તહેવારોમાં સવારથી મોડી રાત સુધી જલસો કરતા હતા રાત્રે પતા પ્રેમીઓની તો આખી રાત તીન પત્તી ની મોજ માણતા. એ જુના જમાનાના સાતમ આઠમનો તહેવાર અને આસો મહિનાની નવરાત્રી સાથે દિવાળી અને નવુ વર્ષ ઉજવણી આખું વર્ષ યાદ રહી જાય તેવો આનંદ આપી જતો હતો.

સાતમ આઠમ ના તહેવારો ના બોળ ચોથ થી શરૂ કરીને નાગ પાંચમ સાથે રાંધણ છઠ સાતમ આઠમ અને પારણા નું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ મહિનામાં કોઈ સેવિંગ કરાવતું ન હોય દાઢી વધારતા હતા. ખાનપાનના પારંપરિક નિયમો માં સંપૂર્ણ અમલ કરતા હતા આ તહેવારોનું દેશમાં એકમાત્ર કાઠીયાવાડમાં જ વિશેષ મહત્વ જોવા મળે છે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં નાની સાતમનો પણ ખૂબ જ મહત્વ છે આખો મહિનો ધર્મ ભક્તિ સાથે ઉત્સવની ઉજવણી આ શ્રાવણ માસમાં થતી હોવાથી તેને શ્રાવણી પર્વ પણ કહેવામાં આવે છે સાતમ આઠમનો તહેવાર લોકમેળા વગર અધુરો ગણાય છે શાળા કોલેજો અને ઉદ્યોગો વિગેરે લગભગ તમામ વ્યવસાયો માત્ર આપણા કાઠિયાવાડમાં જ એક સપ્તાહ સુધી બંધ રહે છે. દેશમાં બીજે બધે એકમાત્ર ગોકુળ આઠમનો તહેવાર ઉજવાય છે કે રજા હોય છે

આજથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે શિવજીની આરાધના સાથે  એકટાણા કે માત્ર ફરાળ જેવા કઠોર વ્રતો ભક્તજનો કરતા હોય છે. શિવજીની આરાધના એકમાત્ર ભક્તિ લક્ષ્ય તમામ કાઠીયાવાડી પ્રજામાં જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છના 10 જિલ્લામાં શ્રાવણી પર્વ કાઠીયાવાડી પરંપરા સમી સંસ્કૃતિ ઉત્સવનું મહત્વ આજે પણ અકબંધ છે યુવા વર્ગમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી નો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભોળાનાથની ભક્તિ તો સમગ્ર માસ દરમિયાન જોવા મળે છે પરંપરાગત યોજાતા લોકમેળો દિવસેને દિવસે તેના નવા રંગરૂપ બદલી રહ્યા છે ,અને આજના યુગમાં તો ખાનગી મેળાઓ પણ વિવિધ જગ્યાએ થતા જોવા મળે છે.

રમકડા અને વિવિધ રાઇડની મોજ મજા સાથે પહેલાંના મેળા કરતાં અત્યારના મેળા વધુ હાઈ ટેક બન્યા છે શ્રાવણના આ પર્વમાં જ કાઠિયાવાડ પરિવારજનો સાથે બેસીને પત્તા રમતા જોવા મળે છે આનંદ કે સમય પસાર ની સાથે મનોરંજન માટેની આ રમતોમાં પતા પ્રેમીઓ આખી રાત રમતા જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં આવતા આ તહેવારોમાં ભેજવાળું વાતાવરણ હોવાથી આ દિવસોમાં ચોક્કસ પ્રકારનો આહાર લેવાય છે ચુંલા ઠારવાની પ્રથા આજે 21મી સદીમાં પણ અકબંધ છે

થેપલા, પૂરી ,રાયતું ,લાસા, લાડવા, કેળા, ફળ ,વેફર ,ચેવડો, તીખા મોરા ગાંઠિયા વિગેરે દરેક લોકો ખાય છે. ખાસ આ દિવસોમાં ચૂલા પર રસોઈ કોઇ જ બનાવતું નથી અને બધા જ ટાઢો ખોરાક જ ખાતા હોય છે. આજના યુગમાં હવે લોકો ગેસના એક ચૂલા ઉપર ગરમ રસોઈ રાંધતા થઈ ગયા છે. શીતળા સાતમની કુલરની પ્રસાદી આજે પણ બનાવાય છે આજથી પાંચ દાયકા પહેલાના મેળા નાનાઓ હતા જેમાં ચકરડી અને રમકડાનું વિશેષ મહત્વ હતુ ,પરિવારજનો ઘરેથી નાસ્તો લઈ જઈને પિકનિક કે ફરવાના લોકેશનને આનંદ માણતા હોય છે.

લાકડા પતરા કે પાતળા પ્લાસ્ટિકના જ રમકડાઓ જોવા મળતા હતા. પતરાના દેડકાનો સતત અવાજ અને સ્પ્રિંગ ઉપર લટકતો પર નીચે જતો વાંદરો ખૂબ જ મજા કરાવતો હતો ટીવી મોબાઈલ ન હોવાથી સમગ્ર પ્રજાજનો પુરા ઉત્સાહ સાથે આનંદોત્સવ માનતા હતા. શેરી ગલી કે મહોલ્લામાં તો ચારે બાજુ તમામ લોકો આ તહેવારોમાં પુરા ઉત્સાહથી જોડાતા હતા. આજે આવો આનંદ તો ભાગ્યે જ મળતો હશે જોકે આપણી આ પ્રથા આજે સાવ વિસરાઈ નથી પણ નવા યુગ સાથે બદલાઈ ગઈ છે મેળાઓનો વિશાળ સ્વરૂપ અને લાઈટિંગ ડેકોરેશન બહારથી બાળ થી મોટેરાઓને આકર્ષે છે.

નયન દરમિયાન લાઇટિંગ ડેકોરેશન તો રાત્રિના સમયે ખૂબ જ આકર્ષક લાગતું હોવાથી લોકો રોશની જોવા રાત્રે નીકળતા હોય છે.માનવ જીવન અનેક વિવિધતાથી ભરેલું હોવાથી આપણને  આજના યુગમાં હરવા ફરવા કે મનોરંજન વિગેરે માટે સમય મળતો નથી, ત્યારે આ તહેવારો જ જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે .આપણા તહેવારો સામાજિક માન્યતાઓ, ધાર્મિક પરંપરા કે સંસ્કારો આધારિત હોય છે આપણા ગુજરાતી જેટલા મેળા વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી આપણા દેશમાં પણ ગુજરાતી પ્રજાને તહેવાર પ્રિય કહેવાય છે કાઠીયાવાડી સંસ્કૃતિમાં ઉત્સવ અને તહેવારનો સંબંધ સદીઓથી ચાલતો આવ્યો છે.આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ દર મહિને ઋતુ આધારિત કે બદલાતા વાતાવરણ સાથે તહેવારોનો સમન્વય જોવા મળે છે

દરેક તહેવારો પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું જોવા મળે છે એવી જ રીતે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આ સાતમ આઠમના તહેવારો માં ટાઢું ખાવાનું મહત્વ સમાયેલું છે બદલાતો સમય સાથે નવા યુગમાં આ તહેવારોને પણ તેની ઉજવણીમાં વતે ઓછે લોકોએ પોતાની અત્યારની જીવનશૈલી પ્રમાણે બદલાવ કરેલ છે બાકી પહેલાંના જમાનામાં તો સાતમ આઠમના તહેવારો અને દિવાળી ઉપર જ માણસો નવા કપડા લેતા હતા જે આજે ગમે ત્યારે લોકો લેવા લાગ્યા છે સાતમ આઠમના તહેવારોમાં જે વસ્તુ બનાવવામાં આવતી હતી તે આજે બજારમાંથી તૈયાર લઈ લે છે જેથી રાંધણ છઠ નો મહિમા ઓછો થઈ ગયો છે પહેલાના જમાનામાં શહેર કે ગામમાં એક જ મેળો થતો હોવાથી ગામના અને તેની આસપાસના લોકો આ મેળામાં આવતા હતા પાસે આવેલા  મંદિરમાં ભોળાનાથના દર્શન કરીને અનેરા આનંદ ઉલ્લાસ અને ઉમગ સાથે ભક્તિ ભાવ સભર વાતાવરણમાં જોડાતા હતા. જે આજના પ્રવર્તમાન સમયમાં બહુ ઓછું જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.