Abtak Media Google News

ઓકટોબર ૨૦૧૯નાં વર્ષમાં ૯૧ લાખ વપરાશકર્તાઓ જીઓ સાથે જોડાયા

ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ જયારથી મુકેશ અંબાણીની કંપની દ્વારા સંચાલિત જીઓ બજારમાં આવ્યું છે ત્યારથી અન્ય કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન, આઈડિયા જાણે ડચકા ભરી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ જીઓની જમાવટ સમગ્ર દેશને અસરકર્તા સાબિત થઈ છે. રિલાયન્સ જીઓએ ૨૦૧૯નાં ઓકટોબર માસમાં ૯૧ લાખ નવા વપરાશકર્તાઓને જોડયા છે જે વાયરલેસ બ્રોડ બેન્ડ યુઝરોમાં ૫૮.૩ ટકાનો વધારો થયો હોવાનું પણ સામે આવ્યું છે. આ આંકડા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. મોબાઈલ બ્રોડબેન્ડ કેટેગરીમાં રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પરસ્પર રીતે ૯૧ લાખ, ૫૦ લાખ અને ૩૬ લાખ નવા યુઝરોનો ઉમેરો કર્યો છે ત્યારે હાલ રિલાયન્સ જીઓ પાસે ૫૮.૩ ટકાનો માર્કેટ શેર રહેલો છે. એરટેલ પાસે ૨૦.૯ ટકા અને વોડાફોન-આઇડિયા પાસે ૧૮.૫ ટકાનો માર્કેટ શેર રહેલો હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીઓ દ્વારા આપવામાં આવતા જીઓ ફોનના વેચાણમાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે જેમાં રિલાયન્સ જીઓએ ડિસ્કાઉન્ટ આપી ૬૯૯ રૂપિયામાં જીઓ ફોન વપરાશકર્તાઓને આપ્યા છે. અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપનીઓની સરખામણીમાં રિલાયન્સ જીઓનો ભાવ ૨૦ ટકા ઓછો જોવા મળે છે અને સાથોસાથ રિલાયન્સ જીઓનાં સબસ્ક્રાઈબરો એટલે કે વપરાશકર્તાઓનો આંક દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રિલાયન્સ જીઓ બાદ તમામ અન્ય સર્વિસ પ્રોવાઈડરો પોતાના ટેરીફમાં વધારો કરી રહ્યા છે જેમાં ભારતી એરટેલે પોતાનું મિનિમમ મંથલી રિચાર્જ પ્લાન આજથી સબ્સક્રાઈબર્સ માટે મોંઘો કરવામાં આવ્યો છે. હવે એરટેલ યૂઝર્સને દર મહિને ઓછામાં ઓછું ૪૫ રુપિયાનું રિચાર્જ તો કરાવવું જ પડશે. પહેલા આ ભાવ ૩૫ રુપિયાનો હતો. કંપનીએ એક વર્ષ પછી આ ટેરિફમાં બદલાવ કર્યો છે અને નવા ભાવ આજે રવિવારથી એક્ટિવ થઈ જશે. મિનિમમ રિચાર્જ મોંઘુ થવાની અસર તે જ યૂઝર્સ પર પડશે, જે માત્ર કંપનીની સર્વિસ સાથે જોડાયેલા રહેવા ઈચ્છો છો અને લોંગ ટર્મ રિચાર્જ નથી કરાવતા તો એરટેલ તરફથી ગત વર્ષે જ જાહેરાત કરવામાં આવી હતી કે મંથલી રિચાર્જ ન કરાવનાર માર્જિનલ કસ્ટમર્સની સંખ્યા ઘટાડવા માટે કંપની તરફથી મિનિમમ ભાવ ૩૫ રુપિયા કરવામાં આવી રહ્યો છે. આ રીતે કંપની એવરેજ આવક વધારવાની કોશિશ કરી રહી છે.

7537D2F3 24

સર્વે કરવામાં આવ્યા બાદ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ કે જે ડિસેમ્બર માસમાં ભાડામાં જે ભાવવધારો કર્યો છે તેનાથી ટેલીકોમ ક્ષેત્રને ઘણીખરી અસર પહોંચી છે ત્યારે બીજી તરફ અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપનીઓની સરખામણીમાં રિલાયન્સ જીઓ જે રીતે આગળ વધી રહી છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, આગામી સમયમાં અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપનીઓની પરિસ્થિતિ શું હશે ? પ્રાઈવેટ કંપનીઓ કે જે ટેલીકોમ ક્ષેત્રે સંકળાયેલી છે તેમાં તેઓનું યોગદાન ૮૯.૮૦ ટકાનું છે જયારે બીએસએનએલ અને એમટીએનએલનો માર્કેટ શેર વાયરલેસ ક્ષેત્રમાં માત્રને માત્ર ૧૦.૨૦ ટકાનો જોવા મળી રહ્યો છે.

૩૧ ઓકટોબર ૨૦૧૯ સુધીમાં વાયરલેસ કેટેગરી ક્ષેત્રે બીએસએનએલ અને એમટીએનએલએ સંયુકતપણે ૬૧.૪૧ ટકાનો માર્કેટ શેરમાં ભાગીદારી કરી હતી. આંકડાકિય માહિતી મુજબ ચાલુ માસમાં ૨૦.૩ મિલીયન નવા વપરાશકર્તાઓ જોડાયા હતા જેમાં ચાલુ માસમાં ૧૪.૪ મિલીયન, રિલાયન્સ જીઓ માટે ૬.૮ મિલીયન યુઝરોની નવી નોંધણી થઈ હોવાનું સામે આવ્યું છે જયારે આઈડિયામાં ૦.૭ મિલીયન લોકોનો ઘટાડો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.