Abtak Media Google News

5 થી 13 નવેમ્બર દેશભરમાં એન્થે-2022ની ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષા યોજાશે: હોંશિયાર વિદ્યાર્થીઓને 100 ટકા સ્કોલરશીપ તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનારને રોકડ પુરસ્કાર અપાશે

ભારત સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ BYJU’S એ સૌની માટે શિક્ષણ (એજ્યુકેશન ફોર ઓલ) દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે ખાનગી કોચિંગના ક્ષેત્રમાં ક્ધયા વિદ્યાર્થીઓની સમાવેશક અને સશક્તિકરણની દિશામાં એક મોટા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે એક રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ છે જેમાં વંચિત પરિવારોની ધોરણ VII-XII ની લગભગ 2,000 વિદ્યાર્થીઓને ખાસ કરીને છોકરીઓને મફ્ત નીટ અને જેઇઇ કોચિંગ અને સ્કોલરશીપ પુરી પાડવામાં આવશે.

આકાશ ઇઢઉંઞ’જના જે.સી.ચૌધરી, ચેરમેન આકાશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર અને મિસ્ટર અભિષેક મહેશ્ર્વરી, સીઇઓ અને કંપનીના અન્ય અધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આકાશ BYJU’S ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી જેઓ એન્થે દ્વારા સંસ્થાનો હિસ્સો બન્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્વિઓ બદલ ટ્રોફી અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ માટે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓની આકાશ ઇઢઉંઞ’જ ની નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ-2022 જે સંસ્થાની ફ્લેગશીપ સ્કોલરશીપ એક્ઝામ છે, તે 5 થી 13 નવેમ્બર, 2022 દરમિયાન દેશભરમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે યોજાવાની છે. જેમાં વિશેષ વિચારણાઓના આધારે ટોચના 2,000 વિદ્યાર્થીઓને આકાશ ઇઢઉંઞ’જના નીટ અને જેઇઇ કોચિંગ પ્રોગ્રામ્સ માટે મફ્ત કોચિંગ આપવામાં આવશે.

આ લાભ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આકાશ પસંદગીની એનજીઓ સાથે ભાગીદારી કરશે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગની માત્ર ક્ધયાઓ અને સિંગલ પેરેન્ટ્સની વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

આકાશ BYJU’S પાસે સમગ્ર ભારતભરમાં લગભગ 285+ સેન્ટરો સાથેનું નેટવર્ક છે. જે દેશની કોઇપણ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ કરતા સૌથી વધુ છે. દરેક સેન્ટરમાં સરેરાશ 9 વર્ગો ચાલે છે. એજ્યુકેશન ફોર ઓલ પહેલ વિશે જણાવતા આકાશ BYJU’S ના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ કહ્યું કે “આટલા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીઝમાં રહીને અમે જોઇ રહ્યા છીએ કે મેડિકલ અને એન્જિનિયરીંગ એજ્યુકેશન માટેની આકાંક્ષાઓ ફક્ત આપણા દેશમાં જ વધી રહી છે. આપણું યંગ માઇન્ડ આ બે ક્ષેત્રો અને સામાજીક યોગદાન અને સેલ્ફ ડેવલપમેન્ટ માટે તેમના દ્વારા પુરી પાડવામાં આવતી તકોથી આશ્ર્ચર્યચકિત છે.

જો કે એવા લાખો વિદ્યાર્થીઓ છે કે જેમને ખાનગી કોચિંગ પરવડી શકે તેમ નથી જે તેમના દ્વારા એટ્રેન્સ એક્ઝામને પાસ કરવાની સંભાવનાઓને ઘણી વધારી શકે છે. એફોર્ડબિલિટીનો પ્રશ્ર્નએ લિંગ અસમાનતા છે, જ્યાં પરિવારો ચોક્કસ ગ્રેડથી વધારે છોકરીઓને શિક્ષણ આપવા માટે ખર્ચ કરવા આગળ આવતા નથી. આ બાબતો વંચિત સમુદાયો અને સામાન્ય રીતે ક્ધયા વિદ્યાર્થીઓના મનોબળને નબળું પાડે છે.

‘એજ્યુકેશન ફોર ઓલ’ દ્વારા અમે આવા વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સીંસ માટે કોચિંગની તકોનો દાયરો વધારવા અને વિસ્તરણ કરવા માટે અમારા સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે ધ્યાન દોર્યું કે પસંદગી પામનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતા કોચિંગની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. આકાશ BYJU’S  ના ઝડપી વિસ્તરતા નેટવર્કમાં અમારા દરેક સેન્ટરને માત્ર કોચિંગમાં જ નહીં પરંતુ સમાવેશક અને મહિલા સશક્તિકરણમાં પણ બેસ્ટ સેન્ટર તરીકે રૂપાંતરિત કરવાનો વિચાર છે. અમને વિશ્ર્વાસ છે કે આ પહેલને ગરીબ પરિવારો અને સિંગલ ગર્લ અથવા પેરેન્ટ અથવા બંનેને જબરજસ્ત પ્રતિસાદ મળશે.

એજ્યુકેશન ફોર ઓલ પહેલની સ્કોલરશીપએ રેગ્યુલર એન્થે સ્કોલરશીપ ઉપરાંતની છે. ભૂતકાળની જેમ 13મી એડિશન, હોંશિયાર વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ ઓફર કરાશે. તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોચના વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત 5 વિદ્યાર્થીઓ માતા-પિતા સાથે નાસાની મફ્ત ટ્રીપ પણ જીતી શકશે. એન્થેએ શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ઓફર કરી છે. એન્થેએ એક કલાકની પરીક્ષા છે. જે પરીક્ષાના તમામ દિવસો દરમિયાન સવારના 10:00 થી સાંજે 7:00ની વચ્ચે ઓનલાઇન યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.