Abtak Media Google News

આજી ડેમ પોલીસ મથકના બે, તાલુકા પોલીસ મથકના બે અને ટ્રાફિક શાખામાં અરસ પરસ બદલાયા

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત એક સાથે સાત પી.એસ.આઇ. ની આંતરિક બદલીના હુકમ કર્યા છે. વધુ વિગત મુજબ શહેરના નવ નિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ટ્રાફીક શાખાના મળી સાત પીએસઆઇ ની આંતરિક બદલી કરી છે.

જેમાં ટ્રાફીક શાખાના એ.એમ. મહેતાને આજી ડેમ  પોલીસ મથકમાં આજી ડેમ પોલીસ મથકના જી.એન. વાઘેલાએ એ ડીવીઝન પોલીસ મથકમાં તાલુકા પોલીસ મથકના પી.એમ. રાઠવાને થોરાળા, એન.કે.પુરોહિતને ટ્રાફીક શાખામાં, ગાંધીગ્રામ પોલસ મથકના એચ.વી. સામૈયાને તાલુકા પોલીસ મથકમાં યુનિ. પોલીસ મથકના બી.જી. ડાંગરના બી ડીવીઝન પોલીસ મથકમાં અને આજી ડેમ પોલીસ મથકના આર.વી. કડછાને ટ્રાફીક શાખામાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.