Abtak Media Google News

બે દિવસીય એક્ઝિબીશનમાં ૪૧ એક્ઝિબીટસની અવનવી ડિઝાઈનોના કલેકશન માટે પડાપડી: બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી

એલીસ એકઝીબીશન ઓર્ગેનાઈઝર્સ દ્વારા ઈમ્પીરીયલ હોટેલ ખાતે ગ્રાન્ડ વેડીંગ એન્ડ લાઈફ સ્ટાઈલ એકઝીબીશનનું આજે સમાપન થયું. આ એકઝીબીશનમાં અવનવી ડિઝાઈનોએ રાજકોટની મહિલાઓના દિલ જીતી લીધા છે. વેડીંગ સાડી, હેરીટેજ જવેલરી, એન્ટીક જવેલરી, ડીઝાઈનર ડ્રેસ સહિતની અવનવી વેરાયટી ૪૧ એકઝીબીટસ દ્વારા રજુ થઈ હતી. આ એકઝીબીશનના ઓર્ગેનાઈઝર અલ્પા મહેતા હતા.

મયુરભાઈએ અબતકને કહ્યું હતું કે, રિવાઝ નામના બ્રાન્ડ સંસ્કૃતિને જોડતી રાખવા માટે બનાવી છે. જેમાં ખાસ કરીને હાલમાં મોટાભાગના લગ્નો કે પાર્ટી પ્લોટમાં થતા હોય છે ત્યારે ક્ધયાવિદાય સમયે ઘરની બહારની દિવાલ ઉપર કરવામાં આવતા દિકરીના કંકુ થાપાનો રિવાઝ ભુલાતા જાય છે તો એ રીતની કોરી ફ્રેમ અમો વેચાણાર્થે મુકી છે. જેમાં ક્ધયાના કંકુ થાપા કરી શકાય જે યાદગીરી‚પે પિતાના ઘેર હંમેશા સચવાઈ રહે છે. આ ફ્રેમના ઉપયોગ બાળકના જન્મ સમયે તેની નાની કંકુ પગલી અને હાથના પંજાની છાપ સાચવી શકાય. નવા ઘરના વાસ્તુ પ્રસંગે ગૃહપ્રવેશ નિમિતે પુરુષના જમણા પગની અને ગૃહ લક્ષ્મીના ડાબા પગની કંકુ છાપ આર્ટ તરીકે પણ સાચવી શકાય. રિવાજની પ્રોડકટ અમીન માર્ગ ઉપર વર્ક હાઉસમાં બંગડી બજારમાં કોમલ હેન્ડીક્રાફટમાં ઉપલબ્ધ છે. વેબસાઈટ  www.riwaaz.com  ઉપર ઓર્ડર કરી શકાય છે.

અનુષ્કા શર્માએ લગ્નમાં પહેરેલા કપડાની ડિઝાઈનનું યુવતિઓને ઘેલુ લાગ્યું: અમી મહેતા

અમી મહેતાએ કહ્યું હતું કે, ચણીયા-ચોલી, ગોટા પટ્ટી, કુર્તિ વગેરેનું ખાસ આકર્ષણ રાજકોટની યુવતીઓ અને મહિલાઓમાં છે. બાંધણીના દુપટ્ટા, રાજસ્થાનની ગોટાપટ્ટી અને ખાસ કરીને વિરાટ-અનુષ્કાના લગ્નમાં અનુષ્કાએ પહેરેલી ડિઝાઈનર અને કલમ કોમ્બીનેશન વાળા ડ્રેસનું હાલની સિઝનમાં યુવતીઓને ઘેલુ લાગ્યું છે. જોકે આ ડ્રેસ ઓર્ડરથી જ બુક કરીને ખરીદી શકાય છે. મોટેભાગે પાંચ ડ્રેસ ઉપલબ્ધ હોય છે જે ચપોચપ ઉપડી જતા બાદમાં ઓર્ડર લખાવવો પડે છે અને ડિલેવરી પંદરથી પચ્ચીસ દિવસે મળે છે.

પીન્ક એન્ડ ગોલ્ડ કલર કોમ્બીનેશનના ચણીયાચોલીનો ક્રેઝ: સીમરન વાસન

સીમરન વાસન (મોડેલ)એ જણાવ્યું હતું કે, બી.કનૈયાલાલના સ્ટોલ ઉપર ખાસ પીન્ક અને ગોલ્ડ કલરના કોમ્બીનેશનમાં ચણીયા ચોલીનો ખુબ જ ટ્રેન્ડ છે અને ગમે તેવા પ્રસંગોમાં દિપી ઉઠે તેવું કોમ્બીનેશન છે.

એકઝીબીશનમાં યુનિક વેરાયટી જોવા મળી: ભગીરથસિંહ

ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બધી જ યુનિક અને વેરાયટીઝ જોવા મળી અહીં બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે કોઈ સુરતથી, બરોડાથી, રાજકોટના પણ છે. સામાન્ય જે એકઝીબીશન હોય એના કરતા અલગ અને વિશેષ આયોજન છે હું પોતે પણ એકઝીબીશન કરતો હોવ છું જેમાં અલગ-અલગ કેટેગરી છે. વેડિંગને લગતી જેમાં પગલાઓ હોય છે. આજે છેલ્લો દિવસ છે.

માર્કેટ કરતા પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો: પ્રતિક પુજારા

પ્રતિક પુજારાએ કહ્યું હતું કે, અમે એક એકઝીબીશન કરેલ છે. એલિકસ એકઝીબીશન કરીને તેમજ ફુટવેરનું પણ છે કોસ્મેટીકસ તેમજ અત્યારે હેન્ડમેટ જવેલરી છે ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બધા સુરત, બોમ્બે, પોરબંદરથી આવ્યા છે. એકસ્ટ્રાઓડિનરી આઈટમ છે. માર્કેટ કરતા પણ ખુબ સારો પ્રતિસાદ છે.

અમે દેશમાં પ્રથમ વખત એન્ટીબેકટેરીયા બ્રાન્ડ લાવ્યા: મિતેશ ગોહેલ

મિતેશ ગોહેલે જણાવ્યું કે, એમ.ડી.હાયજીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપની છે. જેણે ૨૪ કેર નામની બ્રાન્ડ લોન્ચ કરી છે. સેનેટરી પેડમાં જે કંપનીનું જ મેન્યુફેકચર છે. જે ઈન્ડિયામાં પહેલીવાર એન્ટીબેકટેરીયા બ્રાન્ડ લઈ આવ્યા છીએ. અમારું જ મેન્યુફેકચરીંગ છે. અલ્ટ્રાકોટન, અલ્ટ્રાડાયનેટ, મેકસીડ્રાય, એન્ટીબેકટેરીયા ૨૫૦ ‚ા.કિંમત છે.જેમાં અત્યારે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ૧૬૦માં અહીં આપીએ છીએ. બે દિવસમાં લોકોનો રિસ્પોન્સ ખુબ સારો મળ્યો છે. ઈન્ડિયામાં અમારી પહેલી એવી કંપની છે જે રફવાળુ પેડ લોન્ચ કર્યું છે.

ખુબ સાથ-સહકાર મળ્યો: પ્રદિપભાઈ

પ્રદિપભાઈએ જણાવ્યું હતું કે, ભાખરી લઈને આવ્યા છીએ જેમાં બધી જાતની ફલેવર આવશે. ગાર્લીક, જીરા, મસાલા, મેથી, કોરીએન્ડર, બધી જુદી જુદી ફલેવર્સ છે અને ઈમ્પીરીયલમાં જે સ્ટોલ કરેલ છે એમાં બધાનો સાથ અને સહકાર ખુબ સારા છે. સંચાલકો દ્વારા પણ સારું માર્ગદર્શન મળ્યું છે.

૧૦૦ થી લઈને ૫૦૦૦ સુધીની વેરાયટી: આદિલ ખાન

આદિલ ખાને જણાવ્યું હતું કે, અમે સુરતથી આવ્યા છીએ અમારી કંપનીનું નામ છે કેપ્સુહાના અમારા ઓનર ચાંદની દેવાણી અમે ડાયમીંગ કલેકશન લઈને આવ્યા છીએ. અમારી પાસે વનપીસ, ડંગરીઝ, ધણીબધી વેરાયટી છે. ઓલ ઓવર ઈન્ડિયામાં ડાયમીંગ રીલેટેડ લેડીઝ કોઈ પ્રોડકટ નથી. અમે એ શ‚ કરવા માંગીએ છીએ અમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારી પાસે ઘણી વેરાયટી છે. અહીં ૧૦૦ ‚ા. થી શ‚ કરી ૫૦૦૦ સુધીની કિંમતની બધી વસ્તુઓ રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.