એમેઝોન 10 હજાર કર્મીઓને છૂટા કરશે ‘એલેકસા’ સાથે રીટેઈલ ડિવિઝન વિભાગને જોડવાની યોજના

 

અમેરિકામાં મંદીનો મારો સર્વિસ ઈન્ડસ્ટ્રીને ભીંસમાંલેતો જાય છે, અગાઉ ટવીટ્ટર અને ફેસબૂકે હજારો કર્મચારીઓની છટણી કર્યા બાદ હવે એમેઝોન પણ ‘કાપ’ મૂકવા આગળ આવ્યું છે. એમેઝોને 10 હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે.

એમેઝોન આગામી સપ્તાહમાં 10 હજાર કર્મચારીઓને છૂટા કરશે, આ કાપ -કોમર્સ જેવા વિશાળ એકમમાં મૂકવા માટે કંપનીએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

જો કે કંપનીએ આ બાબતે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી તેમ અહેવાલ જણાવે છે.અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગત વર્ષે એમેઝોન 1.6 મિલીયન ફૂલટાઈમ અને પાર્ટટાઈમ કર્મચારીઓને તાજેતરમાં સ્થગિત કરવાનો જાહેર કરાયું હતુ.