Abtak Media Google News

સુરક્ષાના કારણોસર બ્રિટન બાદ હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની એરલાઈન્સ ઉપર પ્રતિબંધ મુક્યો

પાકિસ્તાનમાં મોટાભાગના પાયલોટ બોગસ ડિગ્રી ધરાવતા હોવાની હકીકત તાજેતરમાં સામે આવી હતી. ત્યારબાદ બ્રિટને પાકિસ્તાની એરલાઈન્સના વિમાનો ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. હવે અમેરિકા પણ બોગસ પાયલોટને લઈને ચિંતાતૂર થયું છે અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ઉડાનોને બંધ કરી છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા તાજેતરમાં પાકિસ્તાની પાયલોટના સર્ટીફીકેટને લઈ ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ગત મહિને પાકિસ્તાનના ત્રીજા ભાગના પાયલોટ બોગસ હોવાનો ખુલાસો થતાં સમગ્ર વિશ્ર્વમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ યુરોપીયન યુનિયન એવીએશન દ્વારા સુરક્ષાના કારણોને લઈ પાકિસ્તાની સત્તાવાર એરલાઈન્સને બંધ કરી હતી. હવે અમેરિકાએ પણ બ્રિટનના પગલે સુરક્ષાના કારણોસર પાકિસ્તાની ફલાઈટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના નિર્ણયના પગલે હવે પાકિસ્તાનની એરલાઈન્સ અમેરિકામાંથી પોતાના ઓપરેશન શરૂ કરી શકશે નહીં. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પાકિસ્તાની એરલાઈન્સનું એક વિમાન કરાંચીમાં તૂટી પડ્યું હતું. તે ઘટનામાં ૯૭ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પાકિસ્તાની એરલાઈન્સના પાયલોટની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉભા થયા હતા. જેના પગલે બ્રિટન અને અમેરિકાએ ફલાઈટસની પાંખો કાંપી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.