Abtak Media Google News

ચાઈના, જાપાન, સાઉથ કોરીયા, જર્મની, ઈટલી સહિતના અનેકવિધ દેશો હજુ પણ અમેરિકાની રડારમાં

જગત જમાદાર અમેરિકા તમામ દેશોના હુંડીયામણને પોતાની રડારમાં રાખતું જોવા મળે છે અને એ પણ અભ્યાસ કરે છે કે, હુંડીયામણનો ઉપયોગ કઈ રીતે અને કેવી રીતે દેશ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારત માટે ખૂબજ સારા સમાચાર એ છે કે, અમેરિકાએ તેના રડારમાંથી ભારતના હુંડીયામણને દૂર કર્યું છે. ભારતની સાથો સાથ સ્વીત્ઝરલેન્ડ પણ અમેરિકાના રડારમાંથી દૂર થયું છે.

વાત કરવામાં આવે તો દેશના મોટા દેશો જેવા કે, ચાઈના, જાપાન, સાઉથ કોરીયા, જર્મની, ઈટાલી, આર્યલેન્ડ, સિંગાપુર, મલેશીયા અને વિએતનામને પણ અમેરિકાએ તેની રડારમાં રાખ્યા છે. ત્યારે ભારતને દૂર કરતા દેશને ગૌરવની લાગણીની અનુભૂતિ પણ થઈ રહી છે.

વિશેષરૂપથી જો વાત કરવામાં આવે તો અમેરિકા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભારત દેશ દેના હુંડીયામણને લઈ ખૂબજ ચિંતીત રહે છે અને તેનો પૂર્ણત: ઉપયોગ સાચી અને સમજણતાપૂર્વક કરે છે. સાથો સાથ ભારતના હુંડીયામણની ક્રેડીબીલીટી પણ અન્ય દેશોની સરખામણી કરતા ખૂબજ વધુ છે. ભારત દેશ તેના હુંડીયામણનો ઉપયોગ ફૂગાવાને નિયંત્રીત કરવામાં પણ ખૂબજ ઉપયોગી સાબીત થાય છે. ત્યારે જગત જમાદાર અમેરિકા આ તમામ દેશો ઉપર તેના હુંડીયામણના ઉપયોગ પર બાજ નજર રાખતું હોય છે જેમાંથી હવે ભારતને અને સ્વીત્ઝરલેન્ડને તેઓએ બાકાત રાખ્યું છે.

અન્ય દેશોની જયારે વાત કરવામાં આવે તો ભારતની વિદેશ નીતિ અન્ય દેશોની સરખામણીમાં ખૂબજ ઉજ્જવળ અને ઉપયોગી છે જેનું એ પણ કારણ માનવામાં આવે છે કે, ભારતનું હુંડિયામણ વિશેષરૂપથી પૂર્ણ સાવચેતભર્યા પગલા લેવામાં આવતા હોય છે. સાથો સાથ જીડીપીના દરને આધીન રહી દેશ તેના હુંડીયામણનો ઉપયોગ કરે છે. ગત વર્ષમાં ફોરેન એકસચેન્જનું પ્રમાણ જીડીપીના ૧.૭ ટકા રહ્યું હતું. આઈએમએફ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભારત પાસે હુંડીયામણનું રિઝર્વ અન્ય દેશની સરખામણીમાં પણ ખૂબજ જોવા મળી રહ્યું છે જેનો આપાતકાલીન સમયમાં પણ ઉપયોગ કરી શકે.

ભારત અને સ્વીત્ઝરલેન્ડની વાત કરવામાં આવે તો ફોરેન એક્ષચેન્જ પરચેસમાં ૨૦૧૮ની સાલમાં ઘટાડો જોવા મળ્યો હતો જે ખૂબજ સરાહનીય વાત કહી શકાય અને આ મુદ્દાના કારણે જ ભારત અને સ્વીત્ઝરલેન્ડને અમેરિકાએ તેના હુંડીયામણની રડારથી દૂર કર્યા છે. મે ૨૦૧૮ના રોજ પ્રથમ વખત અમેરિકા દ્વારા ભારતને ચાઈના, જર્મની, જાપાન, સાઉથ કોરીયા અને સ્વીત્ઝરલેન્ડ સાથે મોનીટરીંગ લીસ્ટમાં દેશની વિદેશ નીતિને લઈ ઉમેર્યું હતું. પરંતુ ઓકટોમ્બર ૨૦૧૮માં યુએસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની વિદેશ નીતિમાં ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે અને તેઓને તેનું હુંડીયામણને લઈ જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી તેની ક્રેડીબીલીટીમાં પણ એટલો જ વધારો થતાં તેને રડારમાંથી મુકત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.